તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ભરૂચ લોકસભાના સાંસદ મનસુખ વસાવાએ રાજીનામાનો લેટરબોમ્બ ફોડતાં સ્થાનિક રાજકારણ સહિત ભાજપ પક્ષમાં હડકંપ મચી ગયો છે. ભાજપનું મૌવડી મંડળ હજી તેમને મનાવે તે પહેલાં જ નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના 29 આગેવાનો તેમજ કાર્યકરોએ પણ પક્ષમાંથી રાજીનામા ધરી દીધું છે.
ભાજપ ભરૂચ સાંસદ મનસુખ વસાવાએ અચાનક રાજીનામાની પત્ર વાઇરલ કરતા ભાજપ કાર્યકરો માં ફાફળાટ ફેલાયો હતો. એટલું જ નહીં ભરૂચ નર્મદા સહિત સમગ્ર આદિવાસી પટ્ટી પર આદિવાસીઓના હક્કો માટે લડાઈ ઉઠાવતા સાંસદ મનસુખ વસાવાના રાજીનામાં લઈને ભરૂચ ,વાલિયા નર્મદા સહિતના આગેવાનો તેમને મનાવવા તેમના નિવાસ સ્થાને પહોંચ્યા હતા. બપોર બાદ મનસુખ વસાવા ને લઈને તેમના સમર્થનમાં અમારા સાંસદ નહીં તો અમે નહીં કહી ભાજપ સાગબારા સંઘઠન ના પ્રમુખ,મહામંત્રી,માજી જિલ્લા પંચાયત પ્રમુખ,તાલુકા જિલ્લા ભાજપના તમામ હોદ્દેદારો એ આપ્યા રાજીનામા આપ્યા આમ 29 જેટલા લોકો એ મનસુખ વસાવના સમર્થનમાં આપ્યા રાજીનામા હતા. આ સાથે અન્ય લોકો પણ રાજીનામાં આપવા તૈયાર થઈ ગયા છે. ત્યારે આજે જો સાંસદ મનસુખ વસાવા રાજીનામુ પાછું નહીં ખેંચે તો બીજા કાર્યકરો રાજીનામાં આપવા તૈયાર થઈ ગયા છે.
ભાજપના અન્ય હોદ્દેદારોમાં નારાજગી
સાંસદ મનસુખ વસાવાના સમર્થનમાં સાગબારામાં પડ્યા રાજીનામાં
ભાજપ સાંસદ મનસુખ વસાવાના સમર્થનમાં સાગબારા તાલુકા ભાજપ પ્રમુખ મોતીસિંગ દિવ્યાભાઈ વસાવા, મહામંત્રી દિવેશ ભંગાભાઈ વસાવા, પૂર્વ નર્મદા જિલ્લા પંચાયત પ્રમુખ મનજીભાઈ વસાવા, સાગબારા તાલુકા યુવા ભાજપ પ્રમુખ નિલેશ મનજીભાઈ વસાવા અને સાગબારા તાલુકાના વિવિધ મોરચાના હોદ્દેદારો, સક્રિય કાર્યકરો, સરપંચો સહિત 29 લોકોએ નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખને રાજીનામાનો પત્ર મોકલી આપ્યો હતો.
સાંસદને મનાવવા રેન્જ IG પણ દોડી આવ્યા
સાંસદ મનસુખ વસાવાના રાજીનામાંનો પત્ર સોસીયલ મીડિયામાં વાઇરલ બાદ તેમનું લોકેશન મળતું નહોતું. પ્રદેશ પ્રમુખથી લઈને અન્ય લોકો તેમને મનાવવા સતત સંપર્કમાં હતા. જોકે તેમનો સંપર્ક નહીં થઇ શકતા રેન્જ આઈ જી હરિકૃષ્ણ પટેલ પણ રાજપીપલા દોડી આવ્યા હતા. જેઓ અહીંયા આવતા રાજપીપલા આરામગૃહ ખાતે એજ રૂમમાં મનસુખ વસાવા સાથે એક ગુપ્ત બેઠક કરી ગૃહ મંત્રી અને મુખ્ય મંત્રી સાથે પણ વાત કરાવી હતી. જેઓએ પણ મનાવવાની કોશિશ કરી ગાંધીનગર બોલાવ્યા છે.
સાંસદ મનસુખ વસાવાએ પત્રો લખીને સર્જેલા વિવાદો
પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.