મુશ્કેલી:મતદાર યાદી સુધારણાની GARUDA APP માં કામ કરવું વધુ મુશ્કેલ : શિક્ષકો

રાજપીપળા9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ચૂંટણીની મતદાર યાદી માટેની જે AAPમાં કામ કરવાનું છે તે અંગે શિક્ષકોને અનુભવ નથી

ગુજરાત માં હાલ ગ્રામપંચાયતો ની ચૂંટણીઓ જાહેર થઈ ગઈ છે. ત્યારે ભારત નિર્વાચન આયોગ દ્વારા હાલ ગુજરાતમાં મતદાર નોંધણી કાર્યક્રમ ચાલી રહી છે. જે અંતર્ગત રાજ્યના તમામ BLO કે જે મોટાભાગે પ્રાથમિક શાળાના શિક્ષકો જ છે. સમગ્ર રાજયના પ્રાથમિક શિક્ષકોને GARUDA APP દ્વારા તમામ ફોર્મ ઑનલાઈન કરવાની કામગીરીનો આદેશ કરવામાં આવ્યો છે.

ત્યારે તે BLOઅને ઘણી બધી મુશ્કેલીનો સામનો કરવો પડે છે. જેના કારણે નિયત સમય મર્યાદામાં આ કામગીરી કરવી શક્ય બની છે. કેમકે સાગબારા તાલુકામાં નેટવર્ક નો અભાવ છે. જ્યારે કેટલાક BLO ટેક્નોલોજીનો ઉપયોગ કરતા ન હોવાથી તેઓ માટે આ કામગીરી કરવી મુશ્કેલ ભરેલી છે અને જે તેઓ આ કામગીરી કરશે તો “મતદાર યાદી ભૂલ ભરેલી બનશે તેવી સંભાવના પણ લાગે છે.

શિક્ષકોનું મૂળ કામ શિક્ષણ આપવાનું છે
શિક્ષકોનું મૂળ કામ શિક્ષણ આપવાનું છે. કોવિડ-19માં શૈક્ષણિક કાર્ય દોઢ વર્ષથી બંધ હતું. જેથી બાળકોનો પાયો સાવ કાચો છે. શિક્ષકોની જરૂરિયાત હાલ સ્કૂલોમાં વધુ છે. ચૂંટણીની કામગીરીમાં શિક્ષકો જોતરાશે તો શિક્ષણ કથળશે. > સુરેશ ભગત, પ્રમુખ, શિક્ષક સંઘ.

અન્ય સમાચારો પણ છે...