નર્મદા જિલ્લાની મુલાકાતે ભાજપના અનુસૂચિત જન જાતિ મોર્ચાના રાષ્ટ્રીય અધ્યક્ષ અને રાજ્ય સભાના સાંસદ સમીર ઉંરાવ આવ્યા હતા. જેમની સાથે ગુજરાત રાજ્ય આદિજાતિ મોર્ચાના અધ્યક્ષ હર્ષદ વસાવા, રવિ પટેલ સહીત આગેવાનો એ દેવમોગરા માતાજીના દર્શન કરીને સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી હતી. જ્યા સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને લઈને ઘણી પ્રસન્નતા વ્યક્ત કરી હતી. સાથે કોંગ્રેસના શાસનમાં હંમેશા સરદાર વલ્લભભાઈ પટેલની ઉપેક્ષા થઇ છે આ 182 મીટરની ઉંચી પ્રતિમા તેમને સાચી શ્રદ્ધાંજલિ પ્રધાનમંત્રી નરેદ્ર મોદી એ આપી છે ની વાટ કરી હતી.
ભાજપના અનુસૂચિત જન જાતિ મોર્ચાના રાષ્ટ્રીય અધ્યક્ષ અને રાજ્ય સભાના સાંસદ સમીર ઉંરાવ ચૂંટણી ને લઈને જણાવ્યું હતું કે આગામી 2022 માં ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી 27 વિધાનસભાઓમાં સંપૂર્ણ બહુમત હાંસલ કરશે.અને 182 સીટો જીતી રેકોર્ડ બનાવીશું, એટલુંજ નહિ તાજેતરમાં યોજાઈ રહેલી પાંચ રાજ્યોમાં પણ જીત હાંસલ કરશે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. બિટીપી પર કટાક્ષ મારતા જણાવ્યું હતું કે કેટલાક સમયથી કેટલાક લોકો આદિવાસીઓને ભ્રમિત કરે છે. પાંચમી અનુસૂચિને લઈને ગેર માન્યતા ફેલાવે છે. BTP એન્ટી નેશનલ એક્ટિવીટી કરે છે.
હું છોટુને ખોટા નથી ગણતો પણ તેમને નજીકના લોકો ખોટી રીતે ભરમાવે છે. આદિવાસીઓ હિન્દૂ જ છે. આદિવાસીઓ પાંડેરી માતાને કુળદેવી તરીકે માનીએ હનુમાનજીને માનીએ છીએ જેને વર્ષોથી પૂજા કરતા આવ્યા છે આઝાદી પહેલાના ઇતિહાસ જુવો આ જનજાતિના જ વંશજ હતા. એટલે આદિવાસીઓ હિન્દૂ છે જેમાં કોઇ બે મત નથી. આદિવાસીઓને ખોટા ભ્રમિત કરે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.