રાજકારણ:રાજ્યના મંત્રીઓ સુથારની માયાજાળમાં: સાંસદ

રાજપીપળા13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગુજરાતના ત્રણ આદિવાસી નેતાઓ અને મંત્રીઓની જૂની પદ્ધતિએ જાતિના દાખલાના નિર્ણય મુદ્દે ઝાટકણી

આદિવાસી મોરચાના પ્રદેશ પ્રમુખ હર્ષદ વસાવા, આદિજાતિ વિભાગના મંત્રી નરેશ પટેલ તથા રાજ્યકક્ષાના આદિજાતિ વિભાગના કલ્યાણ મંત્રી નિમિષા સુથારે જાતિ અંગેના દાખલાઓ જૂની પદ્ધતિએ સહેલાઇથી આપવાની જાહેરાત કરી હતી. જે વાતને લઈને સાંસદ મનસુખ વસાવાએ રોષ વ્યકત કરતો લેટર સોસીયલ મીડિયામાં વહેતો કર્યો હતો. પત્ર માં સાંસદે ભાજપના મંત્રીઓ સામે અનેક આક્ષેપો કર્યા જેમાં જણાવ્યું છે કે આ નિર્ણય આદિવાસી સમાજને ભારે અન્યાય કરતો સાબિત થશે, દાખલા મેળવવામાં મુશ્કેલીઓ પડતી હતી, તે માટે નિયમો હળવા કરવાની જરૂર હતી, વધુ સ્ટાફની નિમણૂક કરવાની જરૂર હતી.

સરકાર “લોકોને દ્વારના” જે કાર્યક્રમો થયા, તેમાં લોકોને જાતિ અંગેના દાખલાઓ આપવા જોઈતા હતા.આ ઉપરાંત નિર્ણય લેવા માટે આદિવાસી ધારાસભ્યો, સંસદ સભ્યો તથા આદિવાસી સમાજના તમામ સંગઠનોની સાથે બે થી ત્રણ તબક્કામાં મીટીંગો કરવાની જરૂર હતી.મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે આ નિર્ણયથી ખોટા આદિવાસીઓ ગેલમાં આવી ગયા છે અને સાચા આદિવાસીઓ ઘેનમાં (ઊંઘમાં) છે. તેથી જ બધા જ નેતાઓ ભારે ઘોર નિંદ્રામાં છે.

હું ખોટા નિર્ણય કરનારાઓને પૂછવા માંગુ છું કે પાછલા વર્ષોમાં લાખો ખોટા જાતિ અંગેના દાખલાઓ રદ નથી કરી શક્યા, ત્યાં આ નવા દાખલાઓ ખોટા આદિવાસીઓ ચૂંટણીના બહાને તથા શિક્ષણના બહાને લઈ જશે, તો એક વખત જાતિ અંગેના દાખલાઓ અપાઈ ગયા પછી તમે કઈ રીતે તે રદ કરી શકશો? આદિવાસી નેતાઓ ગુજરાત સરકારના મંત્રી નિમિષા સુથારની માયાજાળમાં આવી ગયા છે.

સાંસદના પોતાની જ સરકાર વિરુદ્ધના તેવર વિધાનસભા ચૂંટણીનું ગણિત બગાડી શકે
આદિજાતિ પ્રમાણપત્રો જૂની પદ્ધતિથી આપવાના સરકારના નિર્ણય વિરુદ્ધ સાંસદ મનસુખ વસાવા મેદાનમાં ઉતર્યા છે. એટલે એમ કહી શકાય કે ભાજપના આદિવાસી નેતાઓ બે ભાગમાં વેહેચા છે. સાંસદના સરકાર વિરુદ્ધના તેવર વિધાનસભામાં 150 થી વધુ બેઠકો જીતવાનું ભાજપનું ગણિત બગાડી પણ શકે છે એવી રાજકીય મોર્ચે ચર્ચાઓ થઈ રહી છે.

મનસુખ વસાવાએ નિમિષા સુથાર પર નિશાન સાંધ્યું
ગુજરાત સરકારના રાજ્યકક્ષાના આદિજાતિ વિભાગના કલ્યાણ મંત્રી નિમિષા સુથાર આદિવાસી છે કે નહીં એ મુદ્દે મનસુખ વસાવાએ જાહેરમાં સવાલ ઉઠાવ્યા હતા.ત્યારે આદિવાસી નેતાઓ ગુજરાત સરકારના મંત્રી નિમિષા સુથારની માયાજાળમાં આવી ગયા છે એવું મનસુખ વસાવાએ વિવાદિત નિવેદન કર્યું છે.

અન્ય સમાચારો પણ છે...