આયોજન:નર્મદામાં પાંચ દિવસ કોરોનાના ભય વચ્ચે ગુણોત્સવનું આયોજન : ઉ.ગુ.ના 125 શિક્ષકો ચકાસણી માટે ફરશે

રાજપીપળા16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 700 સ્કૂલના 65000 વિદ્યાર્થીઓ પૈકી 500 બાળકો જિલ્લા બહારના શિક્ષકોના સંપર્કમાં આવશે

નર્મદા જિલ્લા સહીત રાજ્યમાં 4થી 8 જાન્યુઆરી સુધી પાંચ દિવસનો ગુણોત્સવ કાર્યક્રમ રાજ્ય સરકાર શિક્ષણ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવ્યો છે. આ ગુણોત્સવ થકી બાળકો અને શાળાઓનું મૂલ્યાંકન કરવામાં આવતું હોય છે પરંતુ બે વર્ષ બાદ આ વર્ષે છ મહિના પહેલા સ્કૂલો ખુલી અને સરકાર હવે મૂલ્યાંકન કરવા નીકળી છે.

નર્મદા જિલ્લામાં બીજી લહેર બાદ ત્રીજી લહેર પ્રવેશી નથી કોરોના નો એક પણ કેશ નથી સામે ઓમીક્રોન નો પણ એક પણ કેશ નથી ત્યારે આજથી નર્મદા જિલ્લામાં 700 જેટલી પ્રાથમિક શાળાઓ માં ગુણોત્સવનો પ્રારંભ થશે, 4 થી 8 એમ 5 દિવસ ગુણોત્સવ કાર્યક્રમ ચાલશે, 700 જેટલી શાળાઓમાં અભ્યાસ કરતા 65000 બાળકો નું અને 1500 જેટલા શિક્ષકોનું મૂલ્યાંકન અમદાવાદ મહેસાણા સહીત ના ઉત્તર ગુજરાતના વિવિધ શહેરો માંથી આવનારા 125 થી વધુ સ્કૂલ ઇન્સ્પેક્ટર શિક્ષકો મૂલ્યાંકન કરશે.

બાળકો હજી સેટ થયા નથી
રાજ્ય સરકાર દ્વારા ચાલતો ગુણોત્સવ કાર્યક્રમ ખુબ સારો છે. જે સ્કૂલ-શિક્ષકો-બાળકોનો મૂલ્યાંકન કરતો કાર્યક્રમ છે.હાલ કોરોનાની ત્રીજી લહેર તમામ જિલ્લાઓમાં ફેલાઈ રહી છે. ત્યારે ગુણોત્સવ કાર્યક્રમ હાલ જરૂર નહોતો હજુ બાળકો સેટ થયા નથી. કોરોનાના ડર વચ્ચે ગુણોત્સવ યોજાતા શિક્ષકોમાં ચિંતા ફેલાઈ છે. > સુરેશ ભગત, પ્રમુખ,શિક્ષક સંઘ, નર્મદા.

શિક્ષકોના કોરોના રિપોર્ટ થવા જોઈએ
નર્મદામાં કોરોનાને કેસ નોંધાયો નથી. જે સારી બાબત છે. પરંતુ પ્રાથમિક શાળાઓમાં ગુણોત્સવ ચાલુ થશે. જે કોરોના ગ્રસ્ત વિસ્તારોમાં થી આવતા શિક્ષકો થી જિલ્લો ચોક્કસ સંક્રમિત બનશે એ વાત નક્કી છે એટલે અમે પાંચ દિવસ અમારા બાળકને સ્કૂલ માં મોકલીશું નહિ, બે વર્ષમાં અમારા બાળકો કશું ભણ્યા નથી કનેક્ટિવિટી ના અભાવ ને કારણે ઓનલાઇન શિક્ષણ પણ થયું નથી હવે જયારે બાળકોને સ્કૂલમાં મોકલવા માંડ માંડ અમે તૈયાર થયા છે ત્યારે જિલ્લા બહારના શિક્ષકો મૂલ્યાંકન કરવા આવે તે પહેલા તમામ શિક્ષકોના કોરના રિપોર્ટ થવા જોઈએ > કોમલપટેલ, વાલી .

અન્ય સમાચારો પણ છે...