તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રોષ:આજે સરકાર સાથે બેઠક, સરકાર નહીં માને તો રાજ્ય વ્યાપી હડતાળ

રાજપીપળા23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સરકારની બેધારી નીતિ સાથે CPS રેસિડેન્ટ તબીબોમાં રોષ
  • તબીબોની માંગનો કોઇ નિકાલ નહીં આવે તો સમસ્યા વિકટ બનશે

ગુજરાત સરકારની નીતિ સામે તબીબી આલમમાં રોષ ફેલાયો છે. કોરોના કાળમાં રાજ્યના અંતરિયાળ આદીવાસી વિસ્તારોની વિવિધ સરકારી હોસ્પિટલોમા સેવા આપતા CPS રેસિડેન્ટ તબીબોમાં સ્ટાઈપેન્ડ મામલે રોષની લાગણી ફેલાઈ છે.ગુજરાત સરકાર આ તબીબોના વિવિધ પ્રશ્નો હલ કરે એવી માંગ ઉઠી છે. નર્મદા જિલ્લા સહિત હજારો તબીબો જો આ કોરોના કાળમાં હડતાળ પર ઉતરી ગયા તો મોટી મુશ્કેલી સર્જાશે. આજે 2 જૂનના સરકાર સાથે બેઠક જો સરકારના માની તો રાજ્ય વ્યાપી હડતાળ થશે એવી ચીમકી આપી છે.

ગુજરાત સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત કોલેજ ઓફ ફિઝિશિયન & સર્જન (સી.પી.એસ) મુંબઈ દ્વારા સંચાલિત પી.જી.ડિપ્લોમા કોર્ષ રાજ્યની ડિસ્ટ્રીકટ તેમજ સી.એચ.જી તથા પ્રાઇવેટ હોસ્પિટલોમા 2018 થી ચાલે છે.ગુજરાતના અંતરિયાળ વિસ્તારમાં 600 થી વધુ સી.પી.એસ રેસિડેન્ટ તબીબો સેવા આપી રહ્યા છે, જેના મેહેનતાણા રૂપે સરકાર એમને 25,000/- સ્ટાઈપેન્ડ આપે છે.હવે રેસિડેન્ટ ડૉક્ટરો જે ફી ભરે છે એમાંથી જ ગુજરાત સરકાર એમને સ્ટાઈપેન્ડ ચૂકવે છે અને એ સ્ટાઈપેન્ડમાં વર્ષ 2018 થી આજ દિન સુધી સરકારે કોઈ વધારો કર્યો જ નથી.

એની સામે ગુજરાતની મેડિકલ કોલેજોમાં ચાલતા પી.જી.ડિપ્લોમા અભ્યાસ કરતા રેસિડેન્ટ ડોકટરોને સરકાર મહિને 63,000/- રૂપિયા સ્ટાઈપેન્ડ ચૂકવે છે, દર વર્ષે એ સ્ટાઈપેન્ડમાં સરકાર દ્વારા વધારો પણ કરવામાં આવે છે હાલમાં સરકારે 40% સ્ટાઈપેન્ડમાં વધારો કર્યો છે. અહીંયા એ નોંધવું રહ્યું કે સી.પી.એસ રેસિડેન્ટ તબીબોએ આવા જ અનેક પ્રશ્નો બાબતે 06 મેં 2021 ના રોજ રાજ્યના આરોગ્ય કમિશનરને રજુઆત પણ કરી હતી, તે છતાં યોગ્ય નિરાકરણ ન આવતા ગુજરાત રાજ્ય સી.પી.એસ ડૉક્ટર્સ એસોસિએશને 17 મેં 2021 થી સામુહિક હડતાળનું આયોજન પણ કર્યું હતું પરંતુ કોરોનાની વિકટ સ્થિતિને ધ્યાને લઈ હડતાળ મોકૂફ રાખી હતી.

તે છતાં ગુજરાત સરકારે કોઈ નિરાકરણ ન લાવતા સી.પી.એસ ડૉક્ટર્સ એસોસિએશને 20 મેં 2021 ના રોજ સામુહિક હડતાળ પર ઉતરી પડ્યા હતા, જેથી સ્થિતિ વધુ વિકટ બનતા આરોગ્ય વિભાગના અધિક નિયામકે એસોસિએશનના હોદ્દેદારોને 02 જૂન 2021 ના રોજ રૂબરૂ મિટિંગ માટે બોલાવ્યા છે.જો એ બેઠકમાં સી.પી.એસ ડૉક્ટર્સના પ્રશ્નોનું નિરાકરણ ન આવ્યું તો તેઓ ફરી તેઓ પાછા હડતાળના મૂડમાં હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.અત્રે એ ઉલ્લેખનીય છે કે ગુજરાત સરકારની એકને ગોળ અને એકને ખોડની નીતિ સામે સી.પી.એસ ડૉક્ટર્સમાં રોષ ફેલાયો છે તો હવે સરકાર શુ નિર્ણય લે છે એ જોવું રહ્યુ.

કોરોનામાં પણ તબીબોએ ફરજ બજાવી છે
CPS રેસિડેન્ટ તબીબો પણ ડિપ્લોમા રેસિડેન્ટ તબીબો જેટલી જ કામગીરી કરે છે.અને હાલના કોરોના કાળમાં તો CPS રેસિડેન્ટ તબીબો સરાહનીય કામગીરી કરી રહ્યા છે. તો બન્નેવ તબીબોના સ્ટાઈપેન્ડમાં આટલુ મોટું અંતર કેમ એ પ્રશ્ન અહીંયા ઉપસ્થિત થાય છે.અન્ય તબીબી સ્ટાફના સ્ટાઈપેન્ડની જો વાત કરીએ તો એ.પી.એમ માં ફરજ બજાવતા સ્ટાફને 40,000 રૂપિયા, સી.એચ.ઓ ને 35,000 રૂપિયા તથા રાજ્યના વર્ગ-4 ના કર્મચારી પટાવાળાને 32,000 રૂપિયા, સ્ટાફ નર્સને 31,000 રૂપિયા ચુકવવામાં આવે છે.તો એની સામે CPS રેસિડેન્ટ તબીબોને 25,000 રૂપિયા જ સ્ટાઈપેન્ડ કેમ આપવામાં આવે છે જેમાં વધારો કરવા માંગ વધી રહી છે.

અન્ય સમાચારો પણ છે...