તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સાવચેતી:નર્મદામાં હવે માસ્ક ફરજિયાત, વેપારીઓને તાકીદ

રાજપીપલા2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • રાજપીપલામાં વધી રહેલા કોરોનાને લઈ કલેકટરની વેપારીઓ, પાલિકા સભ્યો સાથે બેઠક

વૈશ્વિક કોરોના મહામારીની પ્રવર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને કોરોનાના સંક્રમણને અટકાવવાં જિલ્લા વહિવટીતંત્ર દ્વારા રાજ્ય સરકારની માર્ગદર્શિકા મુજબ થઇ રહેલી કામગીરી અને પ્રયાસોમાં રાજપીપલાના વિવિધ વેપારી મંડળો અને રાજપીપલા નગરપાલિકાના ચૂંટાયેલા તમામ કાઉન્સીલરઓની ગઇકાલે સાંજે રાજપીપલા કલેક્ટરાલય ખાતે નિવાસી અધિક કલેક્ટર એચ.કે. વ્યાસના અધ્યક્ષપદે તાકીદની બેઠક યોજીને જિલ્લા વહિવટીતંત્રને જરૂરી સહયોગ મળી રહે તે માટે કરાયેલી અપીલના પ્રતિસાદ રૂપે તેમના તરફથી પૂરતા સહયોગની ખાત્રી અપાઇ હતી.

રાજપીપલા શહેરના વિવિધ વેપારી મંડળ, અનાજ કરીયાણા, કાપડ એસોશિએશન, વેજીટેબલ એન્ડ ફ્રુટસ એસોશિએશન વગેરેના અગ્રણીઓ રમણસિંહ રાઠોડ, જયેશ ગાંધી, નયન કાપડીયા, તુલસીભાઇ, મહેન્દ્ર પટેલ, પ્રેમશરણ પટેલ સહિતના અગ્રણીઓ ઉપરાંત રાજપીપલા નગરપલિકાના પ્રમુખ કુલદિપસિંહ ગોહિલ, ઉપપ્રમુખ હેમંત માછી સહિતના કાઉન્સીલરો, નાયબ જિલ્લા પોલિસ અધિક્ષક રાજેશ પરમાર, જિલ્લા પુરવઠા અધિકારી અને ઇન્ચાર્જ પ્રાંત અધિકારી એન.યુ.પઠાણ

નગરપાલિકાના ચીફ ઓફિસર પરાક્રમસિંહ મકવાણા, જિલ્લા આરોગ્યતંત્રના મેડિકલ ઓફિસર ડૉ. આર.એસ.કશ્યપની ઉપસ્થિતિમાં ગઇકાલે સાંજે યોજાયેલી ઉક્ત બે અલાયદી તબક્કાવાર બેઠકોમાં કોરોનાની પ્રવર્તમાન પરિસ્થિતિમાં વિવિધ વેપારી મંડળ અને નગરપાલિકાના ચૂંટાયેલા પ્રતિનિધિઓના સહયોગ માટે વિસ્તૃત ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. રચનાત્મક સૂચનો પણ મેળવાયાં હતાં.

માસ્ક પહેરી સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવું
તમામ વેપારીઓ તેમજ મ્યુનિસિપલ કાઉન્સીલરोોને કોવિડ સંબંધી પ્રોટોકોલ અને સરકારના નિયમો અને માર્ગદર્શિકાનું ચૂસ્ત પાલન થાય. તમામ માસ્ક પહેરે તે સુનિશ્વિત કરવું, સેનેટાઇઝેશનનો પણ પૂરતો ઉપયોગ થાય. સોશિયલ ડિસ્ટન્સીંગની જાળવણી થાય. તે માટે પૂરતી તકેદારી સાથે ચૂસ્ત પાલન થાય. સાથે ફરજીયાત વેક્સીન લેવી, સોસીયલ ડિસ્ટન્સ જાળવવું. - એચ.કે.વ્યાસ, નિવાસી અધિક કલેક્ટર. નર્મદા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો