તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાજકારણ:છોટુ વસાવાની આદીવાસી CMની માગમાં મનસુખ વસાવાએ હા પુરાવી

રાજપીપળા23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સાંસદે કહ્યું, તેનાથી સમસ્યા હલ નહિં થાય

ઝઘડિયાના ધારાસભ્ય છોટુ વસાવાએ આદિવાસી ગુજરાતનો મુખ્યમંત્રી હોવો જોઈએ તેવી માંગ કરી છે. જેમાં ભાજપ સાંસદ મનસુખ વસાવાએ હા પુરાવી છે. સાથે સાથે તેમણે એમ પણ કહ્યું કે, આદિવાસી ગુજરાતનો મુખ્યમંત્રી, સ્પીકર કે પછી રાજ્યપાલસ બની જવાથી સમાજની સમસ્યાઓનો ઝડપી ઉકેલ આવી જશે એ માનવાની જરૂર નથી.

મનસુખ વસાવાએ જણાવ્યું કે આદિવાસીઓના ખોટા પ્રમાણપત્રો મુદ્દે સરકારે કાયદો બનાવ્યો અને એ ખોટા સર્ટિફિકેટ રદ કરવા એક કમિટી બનાવી છે.પરંતુ આ કાર્ય ખૂબ જ ધીમી ગતિએ ચાલી રહ્યું છે.તેના ઝડપી અમલ માટે ગુજરાત રાજ્યના આદિજાતિ કલ્યાણ મંત્રી ગણપતભાઈ વસાવાના અધ્યક્ષ સ્થાને સચિવાલયના એક કમિટી હોલમાં મીટીંગ રાખી હતી.પરંતુ આ મિટિંગમાં ગણ્યા-ગાંઠ્યા આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા, પણ એ બેઠકમાં મુખ્ય મુદ્દાઓની ચર્ચાઓ થઈ ન્હોતી.

અન્ય સમાચારો પણ છે...