તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
નર્મદા જિલ્લાની એક માત્ર રાજપીપલા નગરપાલિકા માં સદસ્યોની નિમણુંક માટે આગામી 28 તરીકે ચૂંટણી યોજાવવાની છે. ત્યારે આ ચૂંટણીમાં કુલ 7 વોર્ડની 28 બેઠકો માટે 144 ફોર્મ ભરાયા હતા. ફોર્મ ચકાસણીના દિવસે પ્રાંત અધિકારી સહ ચૂંટણી અધિકારી નાંદોદ કાર્યાલય ખાતે ઉમેદવારો ની હાજરી માં ફોર્મ ચકાસણી હાથ ધરાઈ હતી જેમાં 21 ફોર્મ અમાન્ય થયા છે જયારે 123 ફોર્મ માન્ય રહેવા પામ્યા હતા.જેમાં 28 ફોર્મ ભારતીય જનતા પક્ષના ,12 કોંગ્રેસ ના, 2 આપ ના તથા 1 બીટીપી ના ઉમેદવાર નું માન્ય રહ્યું હતું.
બીજે દિવસે ં 8 જેટલા અપક્ષ ઉમેદવારી નોંધાવનાર ફોર્મ પ્રાપ્ત ખેંચ્યા જેથી હવે 115 ઉમેવારો મેદાનમાં જોવા મળશે.ભાજપ જિલ્લા મહિલા મોર્ચાના મહામંત્રી મનીષાબેન ગાંધી એ ભાજપે વોર્ડ -5 માંથી ટિકિટના આપતા ભાજપ માં બળવો કરી અપક્ષ ઉમેવારી કરી હતી જોકે વોર્ડ 5 કોંગ્રેસ નો ગઢ હોય ભાજપ ના મતો ના તૂટે એ માટે પાર્ટી દ્વારા મનીષાગાંધી ને સમજાવતા તેઓ માની ગયા અને ફોર્મ પરત ખેંચ્યું છે. જેનો સીધો ફાયદો ભાજપ ને થશે. આ સાથે 144 ઉમેવારો માં 8 અપક્ષ ઉમેવારોએ પોતાનું ઉમેવારી પત્રક પરત ખેંચી લીધું છે.
જેમાં વોર્ડ 1 માં જનક મોદી, વોર્ડ -2 માં ચિરાગ વસાવા, વોર્ડ 3 માં રોશનીબેન કહાર, વિનાયક વસાવા, સન્ની વસાવા એ ફોર્મ પરત ખેંચ્યું છે. વોર્ડ -5 માં મનીષાબેન ગાંધી, અને યોગેશ લીમચિયા અને વોર્ડ 7 માંથી રણવીરસિંહ શિનોરા એ ફોર્મ પરત ખેંચ્યું છે. આમ હવે રાજપીપલા નગરપાલિકા ની ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થયું જેમાં જેમાં 28 બેઠકો માં ભાજપના 28 ઉમેદવારો, 12 કોંગ્રેસના ઉમેવારો, 2 આપ ના તથા 1 બીટીપી ના ઉમેદવારો મળી 72 અપક્ષ ઉમેવારો સહીત 115 ઉમેવારો મેદાનમાં છે.
પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.