તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:રાજપીપળા પાલિકા દ્વારા બનાવાતાં મોક્ષમંદિરનો સ્થાનિકોનો વિરોધ

રાજપીપલા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રહેણાંક વિસ્તારમાં સ્મશાન નહીં બનાવવા માટે રહિશોની રજૂઆત

રાજપીપલા શહેરની જનતા દ્વારા વર્ષોથી એક ઇલેક્ટ્રિક સ્મશાન ગુહ ની માંગ હતી, કોરોનમાં હાલ જરૂરિયાત હોય એમ પાલિકા દ્વારા હાલ પ્રોજેક્ટ મુકતા એક બાજુ શહેરીજનો માં ખુશી ફેલાઈ પરંતુ આ સ્મશાન ગૃહ જુનાકોટ વિસ્તારમાં બનાવવા માં આવતું હોય જેનો વિરોધ ઉઠ્યો છે. જુનાકોટ ના લોકો આ સ્મશાન અહીંયા ના બનાવી જુના સ્મશાનમાં બનાવવા માં આવે એવી માંગ કરી છે ત્યારે જેમ જેમ વસતી વધે છે તેમ બે સ્મશાન ની જરૂર પણ ઉભી થઇ છે.

જુનાકોટ વિસ્તારના લોકોએ જિલ્લા કલેક્ટર ને આવેદન આપ્યું જેમાં ઉલ્લેખ કર્યો છે કે જ્યાં પાલિકા એ ઇલેક્ટ્રિક સ્મશાન બનવાનું નક્કી કર્યું છે. તે રહેવાસી વિસ્તાર જુનાકોટથી થોડી દૂર આવેલું છે. ત્યાં શ્રી દંડી સ્વામીનો મઠ તેમજ સતી માતાના મંદિરના પરિસરમાં આવે છે. જ્યાં લોકો દરોજ પૂજા અર્ચના કરવા તેમજ બાળકો અને વડીલો ત્યાં પરિસરના શાંત અને સારા વાતાવરણમાં બેસી સમય પસાર કરતા હોય છે. જ્યાં વર્ષોથી લોકો તે સ્મશાનનો ઉપયોગ કરતા આવ્યા છે. અને હાલ પણ તેનો જ ઉપયોગ કરે છે.

આપડી પાસે આવું સરસ જગ્યા વાળું સ્મશાન હોવા છતાં બીજી જગ્યાએ શું કામ ખસેડવું જોઇએ. ઇલેક્ટ્રિક સ્મશાન જો જુના સ્મશાન માં ફેરફાર કરી ત્યાં બનાવામાં આવે અથવા જુના સ્મશાનની આજુ બાજુ નજીક કોઈ અન્ય જગ્યાએ હોય તો અમારા જુના કોટ વિસ્તારના તમામ રહેવાસીઓને કોઈ જાતનો વાંધો કે વિરોધ રહેશે નહિ.પરંતુ ઇલેક્ટ્રિક સ્મશાન જો મંદિરના પરિસરમાં બનાવવા માં આવ્યું તો અમે જુના કોટ વિસ્તારના તમામ રહેવાસી ઓ તેનો વિરોધ કરીશુની રજૂઆત કરી હતી.

મૃતદેહોને અગ્નિદાહ આપવાની મુશ્કેલી પડી હતી
રાજપીપલા નગરના લોકોની માંગ ને લઈને અને કોવીડ -19 માં મૃતદેહોને અગ્નિદાહ આપવાની મુશ્કેલી પડી હતી જેને લઈને સરકારે મંજૂરી આપી છે અને આપણા શહેર અને જિલ્લામાં ગરીબ અને પછાત વર્ગ વધુ હોય જેમને સ્વજનો ના મૃતદેહ ઇલેક્ટ્રિક સગડીમાં અગ્નિ દાહ આપવો હશે તો પોસાય ખાનગીમાં 2 હાજર થી 3 હાજર રૂપિયા ચાર્જ થશે ત્યારે ખબર પડશે અને જેને મેન્ટેન રાખવું પણ કાંઈ સહેલું નથી.

​​​​​​​બીજી બાજુ શહેરોમાં સ્મશાન રહેણાંક વિસ્તારોમાં જ હોય છે. મંદિરની બાજુમાં જ હોય છે. એટલે વિરોધ કરવા કરતા સારી કામગીરી માં સપોર્ટ આપવો જોઈએ જો બે સ્મશાન હશે તો મુશ્કેલી પડશે નહિ એટલા કોલ્ડ સ્ટોરેજનો પણ નગરની જનતાને લાભ મળશે.> કુલદીપસિંહ ગોહિલ, પાલિકા પ્રમુખ

અન્ય સમાચારો પણ છે...