માંગણી:SOU નજીકની હોટેલો નર્મદામાં દુષિત પાણી ઠાલવતી હોવાની સ્થાનિકોની સાંસદ મનસુખ વસવાને રજૂઆત

રાજપીપલા11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શૂલપાણેશ્વર મંદિર ખાતે “ સ્વચ્છ ભારત-CLEAN INDIA”ના સામુહિક સ્વચ્છતાના શપથ લેવાયાં

કેન્દ્ર સરકાર ધ્વારા સ્વચ્છ ભારત મિશન અંતર્ગત 1 થી 31 ઓક્ટોબર દરમિયાન હાથ ધરાયેલા “સ્વચ્છ ભારત” કાર્યક્રમને અનુલક્ષીને નર્મદા જિલ્લા નહેરુ યુવા કેન્દ્ર દ્વારા આયોજિત કાર્યક્રમમાં ભરૂચના સાંસદ મનસુખ વસાવા પણ જોડાયા હતા. દરમિયાન સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં સફાઈ કરતા સ્થાનિક લોકોએ સાંસદ મનસુખ વસાવા ને SOU વિસ્તારની કેટલીક હોટલોનું ગંદુ પાણી નર્મદામાં છોડી રહ્યા છે તેવી ફરિયાદ કરતા આ અંગે સરકારમાં રજૂઆત કરવાની વાત કરી સાથે માત્ર આ વિસ્તાર જ નહીં પણ ચાંદોદ ઝઘડિયા વિસ્તારમાં નાળાઓમાં જતું ગંદુ પાણી નર્મદામાં જતું રોકવા સરકારમાં ધ્યાન દોરીશુંની વાત કરી દેશના રાજ્યોમાં સ્વચ્છ ભારત અભિયાન હાથ ધરાયું છે.

જે અંતર્ગત આજે ગોરા ખાતેના સુરપાણેશ્વર મંદિર, ગોરા સ્મશાન ગૃહ નદી કિનારાનો વિસ્તાર સહિત અન્ય વિસ્તારોમાં પ્લાસ્ટિક એકત્રિકરણની કામગીરી કરીને લોકોને સ્વચ્છતા અંગે જાગૃત કરાયા છે. સાથોસાથ દુકાનદારોને પણ દુકાન આગળ સ્વચ્છતા રાખવા અને પ્લાસ્ટિકનો નાશ કરવા અંગે સમજૂત કરાયાં છે.

સ્વચ્છ ભારત-CLEAN INDIA” અંતર્ગત દેશને સ્વચ્છ બનાવવાનું અભિયાન નર્મદા જિલ્લામાં નહેરુ યુવા કેન્દ્ર ખુબ સારી રીતે કરી રહ્યું છે. મેં આખો દિવસ તેમના અધિકારીઓ અને સવયંસેવકો અને મંડળો સાથે સફાઈ કરી છે. આપણે સ્વચ્છ રહીએ એમ ઘરને આંગણા ને અને ગામને સ્વચ્છ રાખવું જરૂરી છે આપણે બધા એ જાગવું પડશે અને સ્વચ્છતામાં જોડાવું પડશે તેવી વાત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...