નિરિક્ષણ:ગરુડેશ્વરના ચિનકુવા ગામમાં પાણી અને રસ્તા મુદ્દે લોકોનો PMO પોર્ટલમાં પત્ર : મામલતદાર દોડ્યાં

રાજપીપલા4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નર્મદા જિલ્લા કલેક્ટરની સૂચનાથી તંત્રની ટીમોએ ગામમાં તપાસ અર્થે પહોંચી સ્થળ નિરિક્ષણ કર્યું

નર્મદા જિલ્લા ખુબ અંતરિયાળ ગામ ચિનકુવા ના ગ્રામજનો આઝાદીના 75 વર્ષે પણ પાણી રસ્તા શિક્ષણ, આરોગ્ય જેવી પાયાની સુવિધાઓથી વંછીત હોવા છતાં કોઈ સરકાર કે કોઈ તંત્ર આ ગામમાં સુવિધા પહોંચાડવા નિષ્ફળ રહ્યા જોકે જેની પાછળ મુખ્ય રસ્તો હતો ઉંચા ડુંગર પર આવેલ આ ગામના 300 જેટલા લોકો પાયાની સુવિધાઓ વગર જીવતા આવ્યા છે. ત્યારે ગ્રામજનો એ સીધા પી.એમ ને રજૂઆત કરવાનું વિચારી PMO પોર્ટલ પર ગામની સમસ્યા જણાવતા નર્મદા જિલ્લા વહીવટી તંત્ર દોડતું થયું છે. અને મામલતદાર ની ટીમ સર્વે કરી રસ્તા પાણી સહિતની જરૂરિયાતો લેખિત કરી રિપોર્ટ કરશે.

પ્રાપ્ત માહિતી અનુસાર નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાના માંડણ ગામ 3 થી 4 કિમિ ઉંચાઈ ના ડુંગર પર આવેલું ચિનકુવા ગામ જેમાં 300 થી વધુ વસ્તી અને 50 થી વધુ ઘરો છુટા છવાયા આવ્યા છે. પરંતુ આજે આઝાદીના 75 વર્ષ થયા દેશમાં બુલેટ ટ્રેનના પાયા નંખાઈ ગયા પણ આ ગામમાં ક્યારે ST બસ કે 108 પહોંચી નથી. કેટલીય વાર કલેક્ટર નર્મદા મુખ્ય મંત્રી ગુજરાત ને રજૂઆતો કરી પણ કોઈએ સમસ્યા ઉકેલી નથી. રાજ્ય માં એક ગામ એવું હશે કે જ્યાં કાચા ઝૂંપડામાં ખાનગી ગામના રહીશના ઘરમાં સ્કૂલ ચાલતી હશે. પાકી સ્કૂલ નથી, નથી ઘરે ઘરે પાણી માત્ર ગામના બે કુવા ઝમે તો પાણી કાઢી લોકો પીવે આવી સમસ્યાથી લોકો ત્રાસી ગયા હતા.

એટલે ગ્રામજનો ભેગા થઇ ને વસાવા જેસીંગભાઇ દલસુખભાઈ ના નામથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ને તેમના PMO પોર્ટલ પર લેખિત અરજી કરી હકીકત બતાવી PMO માંથી રાજ્ય સરકાર અને જ્યાંથી જિલ્લા કલેક્ટર પર તપાસ નો ઓર્ડર આવતા જિલ્લા કલેક્ટરે મામલતદાર ગરુડેશ્વર ને આ અરજી ફોર્વડ કરીને તપાસ કરી રિપોર્ટ તાત્કાલિક કરવાના હુકમ કરતા મામલતદાર ગરુડેશ્વર દોડતા થયા ગામના તલાટી સાથે ચિનકુવા ગામે પહોંચી જરૂરી સમસ્યા ની જાત તપાસ કરતા બે કુવા રીપેર કરવાના ત્રણ થી ચાર રોડ અને બે પ્રોટેક્શન વોલ 3 કીમીનો ડામર રોડ સહિતની માહિતી લેખીત કરી જિલ્લા કલેક્ટર ને રિપોર્ટ કર્યો હતો. આમ ગ્રામજનો ને હવે એક આશ બંધાઈ છે કે હવે ગામને પાયાની સુવિધાઓ મળશે.

ગામમાં સુવિધાની ખૂબ જરૂર છે
ચીનકુવા ગામમાં રસ્તાના અભાવે કોઈ વિકાસનું કામ થતું નથી નથી બસ આજદિન સુધી આવી કે નથી 108 આવતી અમારે માંદુ માણસ હોય કે ગર્ભવતી મહિલા ઝોળી કરી 3 કિમિ માંડણ ગામે લઇ જવું પડે અને જ્યાંથી વાહન માં લઇ જવું પડે બાકી છેક ઉમરવા જવું પડે એટલે અમારા ગામમાં સુવિધાની ખુબ જરૂર છે. એટલે અમારે PMOમાં લખવું પડ્યું હાલ અધિકારીઓ ગામમાં આવ્યા ખરા રિપોર્ટ પણ લખી ગયા પણ હવે કેટલું વહેલું કામ ચાલે છે એ જોવું રહ્યું >શંકરભાઈ વસાવા, ડેપ્યુટી સરપંચ,ચિનકુવા

અન્ય સમાચારો પણ છે...