તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજુઆત:SOUને જોડતા માર્ગનું ધોવાણ થતા CEOનો હાઈવે ઓથોરિટીને પત્ર

રાજપીપલાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધીના રોડની સ્થિતિ નબળી, ફરી મરામત કરોઃ CEO

સ્ટેચ્યુ ઓફ યુનિટી ને જોડાતો ડભોઇ થી તિલકવાડા, ગરુડેશ્વર કેવડિયા નો અને રાજપીપલા થી કેવડિયા ને જોડાતો રોડ લગભગ 400 કેરોડના ખર્ચે બન્યો, ગુણવત્તા ને પડકારી આધિકારીઓ યુદ્ધના ધોરણે કોન્ટ્રાકટર એજન્સીઓ પાસે રાત દિવસ કામ માંગે એટલે ઉતાવળે કામ ગુણવત્તા વાળું થાય જ નહિ હવે ઠેર ઠેર મુખ્ય ફોરલેન રોડપર ગાબડાં પડી ગયા હોય આ વાત SOU સત્તા મંડળ ના નવનિયુક્ત CEO રવિ શંકરને ઘ્યાન પર આવતા તેમને હાઈવેના એડિશનલ સેક્રેટરી પી. આર.પટેલિયાને સંબોધતા પત્ર લખી નાખ્યો કે દેવલીયાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધીના રોડની સ્થિતિ નબળી પડી ગઈ છે.

સ્ટેચ્યુ ઓફ યુનિટી ભારતનું અગ્રણી પ્રવાસન સ્થળ છે, ત્યાં રોજના હજારોની સંખ્યામાં પ્રવાસીઓ આવે છે.હાલમાં ચોમાસુ અને ભારે ટ્રાફિકના લીધે આ રોડની ખરાબ સ્થિતિ પ્રવાસીઓના સદભાવના બગાડે છે.SOU સત્તામંડળ ના CEO ની રજુઆત ને પગલે નેશનલ હાઈવેના એડિશનલ સેક્રેટરી પી.આર. પટેલિયાએ જણાવ્યું હતું કે અમને છેલ્લા 2 મહીનાથી એ રોડની મરામત થઈ રહી છે.

આ રોડની કામગીરીની હલકી ગુણવતાની ન કહેવાય પણ વરસાદ અને વધુ ટ્રાફીકને લીધે ખાડા પડી ગયા છે. કહી CEO ની વાત પર ઠંડુ પાણી રેડી દીધું પરંતુ આ રોડ બન્યા ને 6 મહિનામાં ખાડા પાડવાના શરૂ થઇ ગયા ત્યારે આ સાહેબે શું જોયું એ પણ એક સવાલ ઉભો કરે છે.

અન્ય સમાચારો પણ છે...