માર્ગદર્શન:પોલીસ હેડ ક્વાર્ટર ખાતે લીગલ સેમિનાર યોજાયો

રાજપીપળા17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગુનાઓમાં કન્વીકશન રેટ વધારવા માર્ગદર્શન અપાયું

ગાંધી જયંતિ ઉજવણીના ભાગરૂપે જીલ્લા પોલીસ વડા હિમકરસિંહ તથા સરકારી વકીલ જીતેન્દ્રસિંહ જે. ગોહિલના ઓએ ડિસ્ટ્રીકટ ટ્રેનિંગ સેન્ટર પોલીસ હેડ ક્વાર્ટર જીતનગર નર્મદા ખાતે નર્મદા જીલ્લાની વિવિધ કોર્ટના જજીસ તથા સરકારી વકીલો અને જીલ્લાના પોલીસ અધિકારીઓ તથા પોલીસ કર્મચારીઓ સાથે સાયબર ક્રાઇમ, પોક્સો તથા એનડીપીએસના કેસોની તપાસમાં રહેતી ખામીઓના નિવારણ અને ક્રાઇમના કન્વીકશન રેટ વધારવા અંગેના સેમિનારનું આયોજન કરવામાં આવેલ હતું.

સેમિનારમાં એડિશનલ ડીસ્ટ્રીકટ અને સેસન્સ જજ એનએસ સીદીકી તથા પ્રિન્સીપાલ સીવીલ જજ એએન પટેલ તથા જ્યુડીશીયલ મેજીસ્ટ્રેટ એનકે નાચરે અને જ્યુડીશીયલ મેજીસ્ટ્રેટ આરએસ સોલંકી તથા પોલીસ વિભાગના જીલ્લા કક્ષાના અધિકારી રાજેશ પરમાર નાયબ પોલીસ અધિક્ષક રાજપીપળા ડીવીઝન, ચેતના ચૌધરી નાયબ પોલીસ અધિક્ષક મુ.મ. નર્મદા તથા વાણી દુધાત નાયબ પોલીસ અધિક્ષક કેવડીયા ડીવીઝન અને વિવિધ બ્રાન્ચના અધિકારીઓ તેમજ જીલ્લાના સરકારી વકીલો એ.જી.પી. પ્રવિણકુમાર પરમાર તથા એ.જી.પી. કુમારી વંદના આઇ ભટ્ટ, દેડીયાપાડા કોર્ટના એ.પી.પી. મુકેશ પરમાર, એ.પી.પી. રામજી તથા એ.પી.પી.શ્રી કૌશિક તથા એ.પી.એ એસ.જી. રાવ, એડવોકેટ અશ્વિના શુક્લ વિગેરે નાઓ સાથે જીલ્લા પોલીસની સાયબર ક્રાઇમ ટીમના તજજ્ઞો સાથે 100 જેટલા પોલીસ અધિકારી/કર્મચારીઓ હાજર રહેલ હતા.

સેમિનારમાં જીલ્લા પોલીસ વડાએ પોલીસ દ્વારા સાયબર ક્રાઇમ રોકવા માટે પ્રિવેન્ટીવ એકસન તરીકે જીલ્લામાં 50 હજાર જેટલા સાયબર કાઇમની જાગૃતિ અંગેના પેમ્પલેટનુ પબ્લીકને વિતરણ કરવામાં આવી રહ્યુ છે. તથા સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત જાગૃતિ માટેનો પ્રચાર ચાલુ કરવામાં આવેલ છે. તેમજ એડિશનલ ડીસ્ટ્રીકટ અને સેસન્સ જજ તરફથી પોક્સો અને એન.ડી.પી.એસ.ના ગુનાઓમાં કંઇ રીતે કન્વીકશન રેટ વધારી શકાય તે અંગેનું જરૂરી માર્ગદર્શન આપ્યું હતુ.

અન્ય સમાચારો પણ છે...