તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જમીન વિવાદ:SOU પાસે આવેલી કેવડીયાની જમીન ફરી વિવાદમાં

રાજપીપલા13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • એક મહિલાના અર્ધનગ્ન બની વિરોધની ઘટનાના પ્રત્યાઘાતો બાદ BTPએ ગામની મુલાકાત લીધી

ભારતીય ટ્રાઈબલ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અને ડેડીયાપાડા ના ધારાસભ્ય છોટુભાઇ વસાવા મહેશભાઈ વસાવા અને તેમની સાથે ના આગેવાનોએ નર્મદા જિલ્લાના કેવડીયા ગામની મુલાકાત લીધી હતી ત્યારે તેઓએ ગામની મહિલાઓ તેમજ ગ્રામજનો સાથે ચર્ચાઓ કરી હતી અને તેમની ફરિયાદો સાંભળી હતી.

ગ્રામજનોએ તેમની સાથે થઈ રહેલા અન્યાયની વિગતો તેઓને જણાવી હતી. ત્યારે ગામલોકોની મુલાકાત બાદ ડેડીયાપાડા ધારાસભ્ય મહેશ વસાવાએ જણાવ્યું હતું કે આ વિસ્તાર ભારતીય બંધારણ પ્રમાણે પાંચમી અનુસૂચિમાં આવે છે પરંતુ સરકાર આદિવાસીઓને અહીંયાથી ભગાડી મુકવા માંગે છે.અને તેમણે સરકાર પર આક્ષેપ કરતા કહ્યું હતું કે આદિવાસીઓને ઘરવિહોણા કરવાનું સરકાર આયોજન કરી રહ્યું છે અને આદિવાસીઓને અહીંથી ભગાડી દેવામાં આવે છે ત્યારે અમે આ લડતને રાષ્ટ્રીય કક્ષા સુધી લડીશું અને અમે આ બાબતે હવે દેશભરના અનેક આદિવાસી સંગઠનો ને ભેગા કરીને એક મોટું આંદોલન ચલાવી ચલાવીશું. કારણ કે આદિવાસી સમાજ સાથે અહીંયા ભારે અત્યાચાર થઈ રહ્યો છે તેમ મહેશ વસાવાએ કહ્યું હતું.

દરમિયાન અંજનાબેન અને 60 વર્ષની એક વૃદ્ધ મહિલાએ અધિકારીઓ સામે અર્ધનગ્ન થઈ જઈ પોતાનો વિરોધ નોંધાવ્યો હતો.જો કે કેવડિયા પોલીસ ટીમ સાથે મહિલા પોલીસ હાજર હોવાથી મામલો થાળે પડ્યો હતો.આ મામલે નર્મદા નિગમના અધિકારી યોગેશ રાજેન્દ્ર ચૌધરીએ એ કેવડિયા ગામના રેવજી ઉક્કડ તડવી, પ્રવીણ રેવજી તડવી અને અંજનાબેન સુરેશ તડવી સહિત 15 થી 20 ટોળા વિરુદ્ધ કેવડિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

બીજી બાજુ કેવડિયા ગામની મહિલા અંજનાબેન તડવીએ સરદાર સરોવર નર્મદા નિગમના વહિવટીદાર નિકુંજ પરીખ, સ્ટેચ્યુ ઓફ યુનિટીના અધિક કલેકટર, સ્ટેચ્યુ ઓફ યુનિટીના મામલતદાર, કેવડિયાના ડીવાયએસપી, કેવડિયા પી.આઈ, પીએસઆઈ અને મહિલા અયોગને આ ઘટના મામલે લેખિત ફરીયાદમાં જણાવ્યું હતું કે સરદાર સરોવર નિગમ અને નર્મદા પ્રોજેકટના નામે જમીન સંપાદિત કરી અમને, અમારા સસરાને કે એમના પિતાને કોઈ પણ આર્થિક સહાય કે વળતર કે પછી ખેતી માટે જમીન આપી નથી.

અમારી આ જમીન સરદાર સરોવરથી 8 કિમિ દૂર છે.આ જમીન ડુબમાં જતી નથી કે સરદાર સરોવર નિગમને કબજામાં લીધેલ નથી.અમે અત્યાર સુધી આ જમીન પર ખેતી કરતા આવ્યા છે.અમારી જમીનમાં 50-60 પોલિસ ટોળા સાથે ઘુસી જઈ અમને અપશબ્દો બોલી રકઝક કરી અમારી જમીનમાં ગેરકાયદેસર કબજો જમાવવાની કોશિશ કરી હતી તેવી ફરિયાદ કરી છે.

અન્ય સમાચારો પણ છે...