તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નર્મદાને નવા ઘાટની ભેટ:કેવડિયાના ગોરા ઘાટે 14 કરોડના ખર્ચે ‘નર્મદા ઘાટ’ બનશે; PM નરેન્દ્ર મોદીના હસ્તે પ્રથમ નર્મદા આરતી કરવામાં આવે તેવું આયોજન

રાજપીપલા5 દિવસ પહેલા
 • કૉપી લિંક
ઘાટ બનાવવાનું કામ કરી રહેલા એન્જિનિયરની તસવીર - Divya Bhaskar
ઘાટ બનાવવાનું કામ કરી રહેલા એન્જિનિયરની તસવીર

સરદાર સરોવરથી ગરુડેશ્વર વિયર ડેમ સુધી 12 કિમિનું વિશાલ તળાવ બનાવ્યા બાદ હાલ ક્રુઝ બોટ પ્રવાસીઓ માટે સેવા શરૂ કરવામાં આવી છે. ત્યારે હવે હરિદ્વાર માં હરકીપૌડી ની જેમ ગંગા ઘાટ છે તેવો નર્મદા ઘાટ બનશે કે જ્યાં ભક્તો બેસી નર્મદા સ્નાન કરી શકે જે ઘાટ એકદમ સુરક્ષિત બનાવવામાં આવશે અને રોજ સાંજે નર્મદા આરતી પણ કરવામાં આવશે. આમ રોજ સાંજે નર્મદા આરતી નો લ્હાવો ભક્તો ને મળશે. જે માટે સુંદર નર્મદા ઘાટ હાલ તૈયાર થઇ રહ્યો છે.

રોજ આરતી કરી શકાય તેવું આયોજન
કેવડિયાની સામે કિનારે ગોરા ગામે નર્મદા નદીના કિનારે 14 કરોડના ખર્ચે વિશાળ ઘાટ બનાવવાની કામગીરીનો પ્રારંભ કરી દેવામાં આવ્યો છે. અંદાજિત 14 કરોડ રૂપિયાના ખર્ચે નર્મદા કિનારે ઘાટના નિર્માણનો પ્રારંભ કરવામાં આવ્યો છે. 131 મીટર લંબાઈ અને 47 મીટર પહોળો છે. ઉલ્લેખનીય છે કે ઉત્તર પ્રદેશ રાજ્યના હરિદ્વાર અને વારાણસી જે ધાર્મિક સ્થળો છે. ત્યાંજ એવી રીતની ગંગા મહા આરતી રોજ થાય છે એવી નર્મદા આરતી પણ અહીંયા કરાવવાનું આયોજન થઈ રહ્યું છે જેના ભાગરૂપે આ ઘાટ બનાવવામાં આવી રહ્યો છે.

ગરૂડેશ્વર પાસે બનાવવામાં આવશે ઘાટ
સ્ટેચ્યુ ઓફ યુનિટી બન્યા બાદ આ વિસ્તારનો પ્રવાસન તરીકે વિકાસ થઈ રહ્યો છે અને અનેક પ્રકલ્પનો લોકાર્પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના હસ્તે થયું હતું. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સુચનથી સરકાર આ વિસ્તારનો ધાર્મિક સ્થળ તરીકે પણ વિકાસ કરવાનું આયોજનના ભાગરૂપે આ ઘાટ બનાવવામાં આવી રહ્યો છે. નર્મદા જિલ્લાના ગરૂડેસ્વર તાલુકાના ગોરા ગામ પાસે નર્મદા કિનારે ઘાટ બનાવવાની કામગીરીનો આરંભ કરવામાં આવ્યો છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં પ્રવાસનના વિકાસ માટે અનેક પ્રકલ્પો બનાવવામાં આવ્યા છે ત્યારે હવે ધાર્મિક સ્થળોનું પણ વિકાસ કરવામાં આવ્યો છે જે શ્રદ્ધાળુઓ માટે ખુશીની વાત છે. પ્રવાસીઓ માટે આકર્ષણ વધી જશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો