તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિરોધ પ્રદર્શન:કેવડિયાનીમાં સ્થાનિકોનો રોજગાર છીનવી રઝળતાં કર્યાઃ અમિત ચાવડા

રાજપીપલાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આદિવસીઓની જમીનો છીનવી ઉદ્યોગપતિઓને વેચી રહ્યા છે : અમિત ચાવડા

નર્મદા જિલ્લા કોંગ્રેસ સમિતિની વિસ્તૃત કારોબારી બેઠક રાજપીપલા ટાઉન હોલ ખાતે યોજાઈ હતી. જેમાં કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા ખાસ ઉપસ્થિત રહ્યા હતા.અમિત ચાવડાએ પ્રથમ કેવડિયા સ્થિત કોંગ્રેસ આગેવાન સ્વ.દિનેશ તડવી (મહાકાળી)ના પરિવારને મલી નાંદોદ તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ અને પ્રદેશ મહામંત્રીના બહેન સ્વ.લીલાબેન જ્યંતિ વસાવા, સુંદરપુરા ગામે પરિવારની મુલાકાત કરી બને પરિવારોને શાંત્વના આપી હતી. આ સાથે ટાઉન હોલ ખાતે કારોબારી બેઠક શરૂ કરતા પહેલા કોંગ્રેસના આગેવાનો મૃત્યુ પામ્યા હતા.

તેમના માનમાં મૌન પાડી શ્રદ્ધાંજલિ અર્પી હતી.ભાજપના આગેવાન પીડી વસાવા સહીત તમામ આગેવાનો એ કોંગ્રેસના તમામ કાર્યકરોને જૂની બાબતો ને છોડી એક જૂઠથઇ કામે લાગો લોક સંપર્ક કરો સરકારની પોકળ વાતો કરો કોંગ્રેસની સફળતાની વાત કરો જેવી સલાહ આપવામાં આવી હતી. જયારે અમિત ચાવડાએ ભાજપ સરકાર પર પ્રહારો કર્યા હતા.અમિત ચાવડાએ ભાજપને અંગ્રેજ ગણાવી કહ્યું હતું કે આપણા વડવા ઓ અંગ્રેજો સામે લડ્યા હતા. હોવે આપણે આ નવા અંગ્રેજો સામે લડવાનું છે.

મતદારો એ જે વિશ્વાસ મૂકીને ભાજપને સત્તા આપી એમણે દગો કર્યો મોંઘવારી આપી, બેરોજગારી આપી અને કોરોના અંગે ચેતવણી આપી હતી છતાં બેદરકાર બની કોઈ તૈયારી ના કરી એ નમસ્તે ટ્રામ લાવી દેશમાં અને ગુજરાતમાં કોરોના આવ્યો બીજી લહેર એનાથી ભયંકર થઇ છતાં કોઈ પગલાં કે વ્યવસ્થાના ઉભી થઇ એમાં 2 લાખ લોકો માર્યા, રાહુલ ગાંધીજી એ.ફેબ્રુઆરી19 માં સુનામીની જેમ આવશે વ્યવસ્થા ગોઠવો એવી વાત કરી સરકારને ચેતવ્યા હતા.

​​​​​​​ પણ ત્યારે તેમનો મઝાક બનાવી દેવામાં આવ્યો હતો સરકાર ને સમયે સમયે WHO તરફ થી પણ સંકેત મળતા પણ સરકાર કોરોના જેવા ગંભીર બાબતો માં પણ પોતાની વાહવાહી અને પબ્લિસિટી કરવામાં વ્યસ્ત રહી આજે જેનું પરિણામ આખું દેશ ભોગવે છે રાજ્યમાં 2 લાખ લોકોએ પોતનાં સ્વજનો કુળદીપકો ગુમાવ્યા જેનું કારણ કોણ કહી સરકારને જવાબદાર ઠેરવી હતી.

સરકારને માત્ર કેવડિયાની શોભાની પડી છે
ગુજરાતની જનતા બહુ ભોળી છે.2 હજાર ખેડૂતોને 4 મહિના મફત અનાજ આપ્યું અને ખુશ થઈ ગયા.બહુ સારી સરકાર છે પણ એજ અનાજ કઠોળ, તેલ પેટ્રોલ ડીઝલમાં બમણા ભાવ કરી આપ્યું તેના કરતાં ડબ્બલ રૂપિયા ઉઘરાવી રહી છે.

આ સાથે કેવડિયાની શોભા બગડતી હોય સરકારને માત્ર તેની જ ચિંતા કરી છે. પણ સ્થાનિક લોકોની રોજગારી છીનવી લીઘી છે. જે લોકો અહીં પથારા પાથરીને રોજગારી મેળવાતા લારી કરીને ચાનો ગલ્લો ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. તેમને ખસડી દેવાયા છે. એટલે તેમને માત્ર શોભાની પડી છે સ્થાનિકોની પડી કહી સરકાર પાર પ્રહારો કર્યા હતા.> અમિત ચાવડા, કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ.

અન્ય સમાચારો પણ છે...