તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દિલીપકુમારે કહ્યું હતું"નર્મદા મિની કાશ્મીર છે":દિલીપકુમાર - સાયરાબાનું સાથે ફિલ્મના શુુટિંગ માટે 4 દિવસ કેવડિયા રોકાયા હતા

રાજપીપળાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દિલીપકુમારે ભરત પાઠકને કહ્યું હતું, નર્મદા જિલ્લો ખરેખર ગુજરાતનું મીની કાશ્મીર છે

નર્મદા જિલ્લો ફિલ્મોના શુટિંગ માટે જાણીતો છે. ઘણી હિન્દી, ગુજરાતી, ભોજપુરી ફિલ્મોના સુટિંગ થયા છે. ભોજપુરી ફિલ્મોનું સૌથી વધુ નિર્માણ થતા. જે જોઈ દિલીપકુમારે પોતાની ભોજપુરી ફિલ્મના નિર્માણની ટીમ મોકલી પોતે 4 દિવસ કેવડિયા રોકાયા હતા. 20 એપ્રિલ 2004માં ભોજપુરી ફિલ્મ રવિ કિશન અને નગમા અભિનીત “અબ તો બન જા સજનવા હમારા” ફિલ્મના સુટિંગ માટે દિલીપ કુમાર અને સાયરા બાનુ કેવડિયા આવ્યા હતા. સ્થાનિક લોકો સાથે મળતા અને ગુજરાતી ફૂડ 4 દિવસ આરોગ્યું હતું.એવો નર્મદા જિલ્લા સાથે દિલીપકુમારને નાતો રહ્યો છે.

બૉલીવુડના ટ્રેજેડી કિંગ તરીકે ઓળખાતા યુસુફ ઉર્ફે દિલીપ કુમારનું 98 વર્ષની વયે નિધન થયું છે.દિલીપ કુમારની ગુજરાતના નર્મદા જિલ્લા સાથે પણ કેટલીક યાદો જોડાયેલી છે.તેઓ પત્ની સાયરા બાનું સાથે કેવડિયા ખાતે રોકાયા હતા. નર્મદા નિગમના કર્મચારી ભરતભાઇ પાઠક દિલીપકુમારને મળ્યા હતા. ત્યારે દિલીપકુમારે તેમને કહ્યું હતું કે, નર્મદા મિની કાશ્મીર છે.

અન્ય સમાચારો પણ છે...