રજૂઆત:કેવડિયા સત્તા મંડળના અધિકારીઓ બદલી કરાવા માટે વિવાદ ઉભા કરે છે

રાજપીપલા12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગાંધીનગર ખાતે સી.આર.પાટીલને SOUના પ્રશ્નો અને સત્તા મંડળના બાબતે રજૂઆત

ગુજરાત સરકારે કેવડિયા ઓથોરિટી સત્તા મંડળ શુ બનાવ્યું અહીંયા મુકાયેલ મામલતદાર થી લઈને ડેપ્યુટી કલેક્ટર અને IAS ઓફિસર તમામને એમ લાગે છે કે તેઓને સજાની જગ્યા મળી છે. એટલે પોતાની મનમાની કરી યેન કેન પ્રકારે કોઈ વિવાદ કરી પોતે વાંકમાં આવે અને જે તે અધિકારીની બદલી સરકાર કરી દે એવી મોડસઑપરંટીસ અધિકારીઓ વાપરી રહ્યા છે. જેમાં સૌથી વધુ પરેશાન સ્થાનિક લોકોને કરીને વિવાદ કરી રહ્યા છે.

જે સરકારને ધ્યાને દોરવા નર્મદા જિલ્લા ભાજપ સંઘઠન સ્થાનિક અગ્રણીઓ સાથે ગાંધીનગર ખાતે પહોંચ્યું અને બીજેપીના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલને રૂબરૂ મુલાકાત કરી એક લેખિત પત્ર દ્વારા રજુઆત કરી.અને સત્તા મંડળના અધિકારીઓ પર લગામ લગાવવા માટે રજુઆત કરી. તેમના આડા અવડા નિર્ણયોને લઈને સ્થાનિકો પરેશાન થઈ રહ્યા છે. સ્થળની છાપ બગડી રહી છે. આ સાથે જેમાં મુખ્ય 6 ગામ નો પ્રશ્નનો ઉકેલ લાવવામાં આવે તેમજ સત્તા મંડળ દ્વારા વારંવાર સ્થાનિક લોકોના ધંધા માટે લારી ગલ્લા મૂકવામાં દેવામાં નથી આવતા જેઓની થતી હેરાનગતિ દૂર થાય તેવી રજુઆત થઈ હતી.

ઉપરાંત સ્થાનિક શિક્ષિત યુવક યુવતીઓને SOU ના વિવિધ પ્રોજેક્ટ મા નોકરીઓ માં પ્રથમ પ્રાધાન્ય આપવામાં આવે, ગરૂડેસ્વર તાલુકામાં અનેક ગામોમાં હજુય કેટલાક રોડ- રસ્તાઑ બાકી છે એની વહેલી તકે મંજુરી આપવામાં આવે તેઓ દ્વારા રજુઆત કરેલા પ્રશ્નોનો વહેલી તકે ઝડપી નિકાલ થાય એ બાબતે પૂર્વ મંત્રી શબ્દશરણ તડવી,જિલ્લા પ્રમુખ ઘનશ્યામ પટેલ ,તાલુકા ભાજપા પ્રમુખ શ્રવણ તડવી,જિલ્લા પંચાયત સભ્ય પદમબાબુ તડવી વિગેરે આગેવાનોર ગાંધીનગર ખાતે સી આર પાટીલ રજુઆત કરી હતી કે તેઓના પ્રશ્નોની ઝડપથી નિકાલ સરકાર દ્વારા લાવવામાં આવે તેવી રજુઆત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...