નામકરણ:કેવડિયા રેલવે સ્ટેશન હવેથી એકતાનગર તરીકે ઓળખાશે

રાજપીપળા10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ટ્રેન અને ટિકિટ પરથી કેવડિયા હટાવી એકતાનગર લખવાની શરૂઆત
  • પશ્ચિમ રેલવેના વડોદરા મંડલમાં આવતા સ્ટેશનનું નામકરણ કરાયું

રેલ્વે મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલી માહિતી અનુસાર, પશ્ચિમ રેલ્વેના વડોદરા મંડળ પર સ્થિત કેવડિયા રેલ્વે સ્ટેશનનું નવું નામ “એકતા નગર” હશે. તાજેતરમાં રેલ્વે મંત્રાલય દ્વારા જારી કરાયેલ માર્ગદર્શિકા અનુસાર કેવડિયા રેલ્વે સ્ટેશનનું નામ બદલીને એકતા નગર કરવામાં આવ્યું છે. તેનો સ્ટેશન કોડ -EKNR હશે અને સંખ્યાત્મક કોડ -08224620 હશે. વડોદરા મંડળ દ્વારા કેવડિયા સ્ટેશનના સ્ટેશન પરિસરમાં અને સ્ટેશન બિલ્ડિંગની ઉપર આવેલા તમામ બોર્ડના નામ બદલવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે, કેવડિયાથી ચાલતી ટ્રેનોના બોર્ડ પણ બદલવામાં આવશે.

વર્ષોથી ગુજરાત રાજ્યના નર્મદા જિલ્લામાં કેવડિયા ગામ નર્મદા બંધના નામે ઓળખાતું હતું. નર્મદા જિલ્લાના નકશામાં કેવડિયા નગરનું અંકિત નામ હવે બદલીને એકતા નગર રાખવાનું સરકારે નક્કી કર્યું છે. અને જેની તૈયારીઓ પણ શરૂ થઇ ગઈ છે. કારણ કે દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી જે કેવડિયા ખાતે બની હોય સ્ટેચ્યુ ઓફ યુનિટી એ એકતાનું પ્રતિક ગણાય છે.

એટલે કેવડિયાનો વિકાસ પ્રવાસન સ્થળ તરીકે થઇ રહ્યો છે. પરંતુ જેટલા પણ પ્રોજેક્ટ છે તેમના તમામ ના નામ એકતા રાખવામાં આવ્યા છે, જેમ કે એકતા ગેટ, એકતા મોલ, એકતા નર્સરી, એકતા ઓડિટોરિયમ, યુનિટી ગ્લો ગાર્ડન સહિતના પ્રોજેક્ટ ના નામો એકતા ઉપરથી રાખ્યા હોય એકતા નગર નામ કરણ સરકાર કરવા જઈ રહ્યા છે.

એકતાનગર નામ રાખવાનો રેલવે વિભાગે નિર્ણય કર્યો
વડી કચેરીના આદેશ પ્રમાણે અમે આ નામ બદલીને એકતા નગર રાખ્યું છે. જેનું બોર્ડ લગાવ્યું છે હવેથી એકતા નગર સ્ટેશન તરીકે ઓળખાશે અને ટિકિટો પર અને અહીંયા આવતી ટ્રેનો પર પણ જે કેવડિયા નામ છે તે હટાવી એકતા નગર કરવાની કામગીરી ચાલે છે. મતલબ કે પશ્ચિમ રેલ્વેના વડોદરા મંડળ પર સ્થિત કેવડિયા રેલ્વે સ્ટેશનનું નવું નામ “એકતા નગર” રાખવાનો રેલવે વિભાગનો નિર્ણય લેવાયો હોય હાલ અમે બોર્ડ બદલ્યું છે.- પિયુષ ઉપાધ્યાય, કેવડિયા રેલવે સુપ્રિટેન્ડન્ટ.

અન્ય સમાચારો પણ છે...