તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નિર્ણય:કેવડિયાના જંગલ સફારીની બર્ડ એવિયરી ખુલ્લી મુકાઇ

રાજપીપલા2 મહિનો પહેલા
 • કૉપી લિંક

કેવડિયા કોલોની ખાતે 375 એકરમાં નિર્માણ પામેલા જંગલ સફારીમાં બર્ડ ફ્લૂને કારણે એશિયાટિક અને એક્ઝોટિક બર્ડ એવિયેરી બનાવવામાં આવી છે. જેમાં એશિયાટિક બર્ડ એવિયેરીમાં દૈશન વિવિધ પ્રજાતિઓના પક્ષીઓ રાખવામાં આવ્યા છે. જેમાં પ્રવાસીઓ જઈને નજીકથી જોઈ શકે ફોટોગ્રાફી કરી શકે.જ્યારે એક્ઝોટિક એવિયેરીમાં પણ આવી જ રીતે પ્રવાસીઓ ફરી શકે એવી વ્યવસ્થા ગોઠવી છે.જંગલ સફારીમાં વિશેષ એવું કરવામાં આવ્યું છે કે પક્ષીઓના પિંજરામાં જઈને પ્રવાસીઓ પક્ષીઓને જોઈ શકે અડકી શકે, આ વિશેષ વ્યવસ્થા હોય.

જ્યારે બર્ડ ફલૂ રાજ્યમાં ફેલાયો ત્યારે બે મહિના પહેલા આ જંગલ સફારીના બર્ડ ફલૂ એવિયેરી બંધ કરી દેવામાં આવી હતી.રાજ્યમાં અને નર્મદામાં હવે બર્ડ ફલૂના એક પણ કેશ મળ્યા નથી અને બર્ડ ફલૂનો ખતરો ટળી ગયો છે. ત્યારે હોળી ધુળેટીના તહેવારમાં પ્રવાસીઓ મોટી સંખ્યામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી અને જંગલ સફારીમાં પ્રવાસીઓ બૂકિંગ વધુ કરાવી રહ્યા છે ત્યારે રાજ્ય સરકારની સૂચનાથી જંગલ સફારીના બર્ડ એવિયેરી ખુલ્લું મુકાયું છે. પ્રવાસીઓનું આકર્ષણ હવે વધી જશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો