આક્રોષ:કેવડિયા સત્તામંડળે પાર્કિંગના કોન્ટ્રાક્ટરને પોષવા સ્થાનિકોેને હટાવતા લોકોના ધરણાં

રાજપીપળા16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • SOU પાસે પોતાની જગ્યામાં વાહનો પાર્કિંગ કરાવતા અને ફૂટપાથ પર વસ્તુઓ વેચતા લોકોને હટાવી દેવાયા
  • સત્તામંડળના​​​​​​​ કર્મીઓ સ્થાનિકોને હટાવી તેમના ગલ્લા, કાઉન્ટર પણ ઉઠાવી ગયા, લોકોમાં આક્રોષ

પ્રધાનમંત્રી નરેદ્ર મોદીના ડ્રીમ પ્રેજેક્ટમાં કેવડિયા સાથે સ્થાનિકો નો પણ વિકાસ છે પરંતુ કેટલાક અધિકારીઓ પોતાને સુ સમાજે છે કે બસ તેમને સ્થાનિકો ની ભૂલ દેખાય છે અને છાસવારે તેમના ઉપર જુલમ ગુજારે છે. તાજેતરમાં પ્રવાસીઓની સંખ્યામાં વધારો નોંધાઈ રહ્યો છે.ત્યારે સ્ટેચ્યુ પાસે ઝુંપડા જેવી કાચી દુકાનો કરી પેટિયું રડી રહેલા સ્થાનિક આદિવાસીઓ પાસે કેટલીક જગ્યા હતી તેમાં 50 રૂપિયા 100 રૂપિયા લઇ પ્રવાસીઓ ની ગાડીઓ પાર્કિંગ કરાવતા હતા જેનાથી તેમનું જીવન ચાલતું હતું.

પરંતુ આ પણ સ્થાનિક સત્તામંડળ ના અધિકારીઓની આંખમાં ખટકવા લાગ્યું, માલેતુજાર પાર્કિંગ ના કોન્ટ્રાકટર ના કહેવાથી કે સૂચનાથી આધિકારીઓ નીકળી પડ્યા સ્થાનિકો સામે રોફ અજંમાવાવ મંદિર પાસે પાર્કિંગ કરાવતા યુવાનોને બંધ કરાવી સત્તામંડળ ના અધિકારીઓ અને પોલીસે ગલ્લો કાઉન્ટર સહીત બધો સમાન ઉઠાવી ગયા, સ્થાનિકો બિચારા જોતા રહી ગયા કે આ કેવો જુલમ...સ્થાનિકો રસ્તાપર બેસીને સુત્રોચાર કરવા લાગ્યા અને સરકાર વિરોધી સૂત્રો બોલવા લગતા દેશભરમાં થી આવતા પ્રવાસીઓ પણ ચકિત થઇ ગયા એ આટલો વૈભવ સુ કામનો જયારે સ્થાનિકો જ ખુશ નથી. આવા અધિકારીઓના આવા નિર્ણયથી સરકારની છબી ખરડી રહી છે.અને પ્રધાનમંત્રીનું નામ બગડી રહ્યું છે. જો આવા અધિકારીઓના ભરોશે આ સ્થળ ચાલ્યું તો તાળા મારવાનો વારો આવશે.

સાંસદે પણ સંકલનની બેઠકમાં પ્રશ્ન ઉઠાવ્યો
સાંસદ મનસુખ વસાવાએ સંકલનની બેઠકમાં પ્રભરી મંત્રી સામે કેવડિયામાં સ્થાનિકોને રોજગારી મળે તે માટેની રજૂઆત કરી હતી. રવિવારેે પ્રવાસીઓની સંખ્યા વધતા સ્થાનિકો નીચે બેસી વસ્તુઓ વેંચતા હતા તેમને હટાવતા વિવાદ સર્જાયો હતો.

કેવડિયા વિકાસ સત્તા મંડળ હિટલરશાહી અપનાવી રહ્યું છે
કેવડિયા વિસાક સત્તામંડળ અવારનવાર આવીને અમારો ધંધો રોજગાર બંધ કરાવે છે. અમારી જગ્યામાં પાર્કિંગ કરાવીએ તે પણ નડે છે. કેમકે આઈસ્ક્રીમ વાળો આધિકારીઓને મલાઈ આપે. અમે જાણે અહીંયા જન્મ લઈને ગુનો કર્યો હોય તેમ અમારો ધંધો બંધ કરાવવા માટે દોડી આવે છે. નીચે પથારા કરી વસ્તુ વેચી લે તેમના પણ સામાન લઇ ગયા અને વસ્તુઓ આજે નુકસાન કોને તેમના તો પગાર મોદી સાહેબ આપશે પણ આ સ્થાનિકો માટે સત્તા મંડળ હિટલરશાહી અપનાવી રહ્યા છે જે બંધ થવું જોઈએ નહીતો અમે ઉગ્ર આંદોલન કરીશું.- દક્ષાબેન તડવી, સ્થાનિક રહીશ.

અન્ય સમાચારો પણ છે...