તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આયોજન:28મીએ નર્મદા જિલ્લામાં પણ યોજાશે કસુંબીનો રંગ ઉત્સવ, નર્મદાનો કાર્યક્રમ રાજપીપલામાં સરદાર ટાઉન હોલ ખાતે યોજાશે

રાજપીપલાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગુજરાત મહિલા આયોગના અધ્યક્ષ લીલાબેન આંકોલીયા ઉપસ્થિત રહેશે

રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની 125 મી જન્મ જયંતીના ઉપલક્ષમાં આગામી 28 ઓગષ્ટ 21ને શનિવારના રોજ રાજ્ય ભરમાં ‘કસુંબી નો રંગ’ ઉત્સવ કાર્યક્રમનુ આયોજન કરાયું છે.તેવીજ રીતે નર્મદા જિલ્લામા પણ કસુંબીનો રંગ ઉત્સવ નું આયોજન કરવામાં આવ્યું છે.નર્મદા જિલ્લામાં ઉક્ત કાર્યક્રમના આગોતરા આયોજન અંગે નિવાસી અધિક કલેકટર એચ.કે.વ્યાસની ઉપસ્થિતિમાં આજે રાજપીપલા કલેક્ટરાલય ખાતે એક બેઠક યોજાઈ હતી. જિલ્લાના મુખ્ય મથક રાજપીપલામાં સરદાર ટાઉન હોલ ખાતે યોજાનારા ‘કસુંબી નો રંગ’ કાર્યક્રમની સુક્ષ્મ વિગતો આપી હતી.

જિલ્લા કક્ષાના આ કાર્યક્રમની સુચારૂ વ્યવસ્થા અને આયોજન સંબંધી માર્ગદર્શન આપતા નિવાસી અધિક કલેકટર એચ કે વ્યાસે આ કાર્યક્રમમાં ગુજરાત મહિલા આયોગના અધ્યક્ષ શ્રીમતી લીલાબેન આંકોલીયા ઉપસ્થિત રહેશે, તેમ જણાવી જુદા જુદા અધિકારીઓને જવાબદારીઓ સુપ્રત કરી હતી. આ બેઠકમાં પ્રાયોજના વહિવટદારશ્રી બી.કે.પટેલ પણ ખાસ ઉપસ્થિત રહ્યાં હતાં.28 ઓગસ્ટ 21 ને શનિવારના રોજ રાજપીપલામાં સરદાર ટાઉન હોલ ખાતે સવારે 10.00 વાગ્યાથી યોજાનારા આ કાર્યક્રમ દરમિયાન કવિ મેઘાણીના જીવન કવનને દર્શાવતી ડોક્યુમેન્ટ્રી ફિલ્મના નિદર્શન સાથે મેઘાણી સાહિત્યનુ વિતરણ પણ કરાશે.

આ ઉપરાંત ઝવેરચંદ મેઘાણી રચિત ગીતો અને કાવ્યોની વિવિધ કલાકારો ગ્રુપ દ્વારા પ્રસ્તુતિ કરાશે.આ બેઠકમાં બેઠકમાં પ્રાયોજના વહિવટદાર બી.કે.પટેલ, નાયબ જિલ્લા પોલીસ અધિક્ષક સી.એન.ચૌધરી, નાયબ કલેક્ટર એ.આઇ.હળપતિ, જિલ્લા પુરવઠા અધિકારી એન.યુ.પઠાણ, જિલ્લા શિક્ષણાધિકારી જયેશ પટેલ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. કે.પી.પટેલ,જિલ્લા રમત-ગમત અધિકારી એન.એસ.અસારી, સીનીયર કોચ વિષ્ણુભાઇ વસાવા, રાજપીપલા નગરપાલિકાના ચીફ ઓફિસર રાહુલદેવ ઢોડીયા સહિતના સંબંધિત અધિકારીઓએ ઉપસ્થિત રહીને ચર્ચા-વિચારણામાં ભાગ લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...