મન્ડે પોઝિટિવ:સ્ટેચ્યૂ ઓફ યુનિટિ પર આવતા પ્રવાસીઓ માટે જાસૂદ અને ખાટી ભીંડીનું શરબત આકર્ષણ બન્યા

રાજપીપળા17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • એકતા નર્સરીમાં ઉગાડેલું જાસૂદ અને ભીંડી પ્રવાસીઓને આકર્ષે છે

ગુજરાત રાજ્યનો એક નાનકડો જિલ્લો પરંતુ કેવડિયા પ્રવાસન સ્થળ વિશ્વ વિખ્યાત બન્યું છે. આજે દેશી વિદેશથી અહીંયા રોજના 8 થી 10 હજાર પ્રવાસીઓ ફરવા આવે છે ત્યારે સુરત ની સુતરફેણી, વડોદરા નો લીલવા નો ચેવડો, ભાવનગર ના ગાંઠિયા ફેમસ થયા છે એવીજ રીતે કેવડિયા માં એક તો સખીમંડળની બહેનો ના હાથનું શુદ્ધ ભોજન અને જાસુદ અને ખાટી ભીંડી નો જ્યુસ ખુબ ખ્યાતનામ બન્યો છે લોકો મસ્તીથી પી રહ્યા છે.

કેવડિયા માં રંગ બદલાતો જાસૂદનો જ્યૂસ એકતા નર્સરી માં મળી રહે છે જે એકદમ પૌષિક એન એનર્જી જ્યુસ પણ કહેવાય છે જે રોજ સવારે પીવાથી અનેક રોગો થી બચાવે છે. જાસૂદના ફૂલમાંથી બનતો આ જ્યુસ જયારે પ્રવાસીને ગ્લાસમાં ભરીને આપવામાં આવે છે ત્યારે આછા ગુલાબી રંગનો હોય છે અને તેમાં લીંબુ નાખવાથી ઘાટો કલર થઇ જાય છે.

એટલે કે રંગ બદલાઈ જાય છે આ જાદુઈ રંગ બદલતા જ્યુસ તરીકે પણ ફેમસ છે આ જ્યુસ અહીંયા પીવાસે લઇ જાવશે નહિ , જયારે આરોગ્ય વન માં જશો તો ખાતી ભીંડી નો જ્યુસ પીવા મળશે તે પણ ઘણો પૌષ્ટિક છે અને જેનો પાઉડર મળે છે તે ઘરે લઈને રોજ પીવાથી અનેક રોગો દૂર થઇ જાય છે. આરોગ્ય વેન અને એકતા નર્સરી ખાતે સ્થાનિક સખી મંડળ ની બહેનોનું એક ગ્રુપ આ કેન્ટીન કોફી શોપ ચલાવે છે જ્યાં એકદમ શુદ્ધ જમવાનું મળે છે ચા નાસ્તો મળે છે.

પ્રવાસીઓ હંમેશા અહીંયાજ ખાવાનો આગ્રહ રાખે છે અને સખી મંડળની બહેનો ખુબ આદરભાવ થી આવકારે અને બહુ પ્રેમથી જમાડે છે. એટલે કેવડિયા માં જાસૂદના અને ખાટી ભીંડી ના સરબત સાથે સ્થાનિક શુદ્ધ ગુજરાતી ટ્રાઇબલ ફૂડ ખુબ પ્રખ્યાત બન્યું છે. જે મોટી હોટેલોને ટક્કર મારી દે.

અન્ય સમાચારો પણ છે...