તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુવિધા:ડુમખલ-કણજીના લોકોને રાજપીપલા જવું સરળ બનશે

રાજપીપલા17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઝરવાણીથી કણજી સુધી 10 કિમીનો માર્ગ 29.77 કરોડના ખર્ચે નિર્માણ પામશે

નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકામાં આવેલા ડુમખલ અને માથાસર સહિતના ગામોને જિલ્લામા વડા મથક રાજપીપલા ખાતે આવવા માટે ડેડિયાપાડા થઈને મોટો ફેરાવો ફરીને આવવું પડે છે. ત્યારે ઝરવાણી તરફનો કાચો રસ્તો પાકો બને તેવી માંગ ઊઠી હતી.

આખરે ગરુડેશ્વર તાલુકાના ઝરવાણીથી ડેડિયાપાડાના માથાસર, કણજી, વાંદરી, ખાલ, ડુમખલ સહિતના ગામોને જોડતો રસ્તો રૂપિયા 29.77 કરોડના ખર્ચે બનાવવાની મંજૂરી મળી છે. આશરે 10 કિમિ લાંબા રસ્તાનું ભરૂચના સાંસદ મનસુખ વસાવા, છોટાઉદેપુરના સાંસદ ગીતાબેન રાઠવા, જિલ્લા પંચાયત પ્રમુખ પર્યુષાબેન વસાવા, જિલ્લા ભાજપા પ્રમુખ ઘનશ્યામ પટેલ, માજી મંત્રી શબ્દશરણ તડવી, ઝરવાણી ગામના સરપંચ સહિત આગેવાનોના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

કેવડિયાથી નિનાઈધોધ જવા માટે 32 કિમીનો પ્રવાસીઓનો ફેરો બચી થશે
કેવડિયા ફર્યા બાદ પ્રવાસીઓ જો ડેડિયાપડાના નિનાઈ ધોધ જવું હોય તો રાજપીપલા થઈ નિનાઈ ધોધ જવા 82 કિમીનું અંતર કાપીને જવું પડે છે. જો ઝરવાણીના રસ્તે જાય તો કેવડિયાથી 50 કિમીનું અંતર કાપી નિનાઈ ધોધ પહોંચી શકશે. પ્રવાસીઓને આ રોડ બની જતા 32 કિમીનો ફાયદો થશે. ડેડીયાપડા-સાગબારાના ગામોને જિલ્લા મથકે આવવું હોય તો 40 થી 50 કિમીનો ફર્ક પડે તેમ છે.

અન્ય સમાચારો પણ છે...