તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જળ સમિતિની બેઠક:નર્મદામાં જલજીવન મિશન હેઠળ 54 ગામોનો સમાવેશ

રાજપીપલા19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કલેક્ટરના અધ્યક્ષ સ્થાને જિલ્લા જળ સમિતિની બેઠક
  • જિલ્લામાં 100 % નળ જોડાણની કામગીરીને મંજૂરી

નર્મદા જિલ્લા કલેક્ટર ડી.એ.શાહના અધ્યક્ષપદે સોમવારે રાજપીપલા કલેક્ટરાલયના હોલ ખાતે જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની યોજાયેલી બેઠકમાં નર્મદા જિલ્લાના 55 ગામોના 8,743ઘરોને આવરી લેતી 3953.37 લાખના ખર્ચની પીવાના પાણીની ગ્રામીણ પેયજળ યોજનાને મંજૂરી આપવામાં આવી છે.

આ મંજૂરીની સાથે જ જિલ્લામાં 100% નળ જોડાણની કામગીરી કરવા માટેની મંજૂરીઓ પૂર્ણ કરવામાં આવી છે, ત્યારે 100% નળ જોડાણનો લક્ષ્યાંક સિદ્ધ કરવા રજુ કરાયેલ આયોજન મુજબ સમય મર્યાદામાં કામગીરી પુર્ણ થાય તે જોવાની ડી એ શાહે ખાસ હિમાયત કરી હતી.

સમિતિના સભ્ય સચિવ અને વાસ્મોના કાર્યપાલક ઈજનેર વિનોદ પટેલ, ઇન્ચાર્જ જિલ્લા આયોજન અધિકારી અલ્લારખા શેખ, જિલ્લા શિક્ષણાધિકારી જયેશભાઇ પટેલ, નાયબ માહિતી નિયામક યાકુબ ગાદીવાલા, ટ્રાયબલ સબ-પ્લાન, પાણી પુરવઠા, આરોગ્ય, ડીજીવીસીએલ, સિંચાઈ વગેરે વિભાગના પ્રતિનિધિઓ સહિતના સમિતિના સભ્યો તેમજ સંબંધિત અમલીકરણ અધિકારીઓની ઉપસ્થિતિમાં ગત સોમવારે યોજાયેલી ઉક્ત બેઠકમાં જિલ્લા કલેક્ટર ડી.એ.શાહ દ્વારા કેન્દ્ર સરકારના “જલ જીવન મીશન” અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા હાથ ધરાયેલ “નલ સે જલ” કાર્યક્રમ હેઠળ જિલ્લાની મંજૂર થયેલી અને પ્રગતિ હેઠળની યોજનાઓની વિસ્તૃત સમીક્ષા કરાઇ હતી.

જિલ્લામાં મંજુર થયેલી ઉક્ત પીવાના પાણીની યોજનાઓમાં જિલ્લાના સાગબારા તાલુકાના સાગબારા, સેલંબા, ટાંકણી, પાટ તેમજ ગરૂડેશ્વર તાલુકાના ગઢેર,માંડણ, માંકણ ખાડા, પાણી સાદડીયા, સજનપરા, સમારીયા, સાંઢિયા, સોનગામ, સુરપાણ, ગોરા, ઝરવાણી સહિતના ગામોનો સમાવેશ થાય છે.

અન્ય સમાચારો પણ છે...