આવેદન:રાજપીપલા જનસેવા કેન્દ્ર શરૂ કરવા તંત્રને રજૂઆત

રાજપીપલાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • મા કાર્ડ, માં અમૃતમ વાત્સલ્ય કાર્ડ સહિત કાર્ડ માટે મુશ્કેલી

રાજપીપલા જનસેવા કેન્દ્ર હાલ કોરોના કાળમાં તંત્ર દ્વારા બંધ કરવામાં આવ્યું છે ત્યારે હવે કોરોના ની અસર ઓછી થઈ છે. જાહેર સ્થળો રમતગમત સંકુલો માર્કેટ ખુલ્લા છે ત્યારે જાણ સેવા જેવી અગત્યના દાખલાઓ ને મળી રહે છે ત્યારે આ જનસેવા કેન્દ્ર શરૂ કરવા જિલ્લા કલેકટરને રજુઆત સ્થાનિક રહીશો લેખિત માં રજુઆત કરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર જિલ્લા કલેકટરે કોરોના સંક્રમણ જિલ્લામાં ના વધે એ માટે હાલ કેટલાક નિયંત્રણો માટે જાહેરનામુ પ્રસિદ્ધ કર્યુ છે. જેમાં જનસેવા કેન્દ્ર બંધ છે. સરકારી કચેરી ઓ ચાલુ છે.બેંકો ચાલુ છે ત્યારે લોકોને કોરોના થાય અન્ય બીમારી હોય જેમાં મેડીક્લેમ, માકાર્ડ, માં અમૃતમ વાત્સલ્ય કાર્ડ સહિત કાર્ડના રિન્યુઅલ અને અન્ય કામો માટે આવકના દાખલામાં પડતી મુશ્કેલીઓ માટે જનસેવા કેન્દ્રની ખૂબ જરૂર છે તો તાત્કાલક અસરથી ચાલુ કરવામાં આવે તે જરૂરી છે. એક બાબતે સામાજિક કાર્યકર ડી પી ટેલરે જણાવ્યું હતું કે હાલ જનસેવા કેન્દ્ર ખુલ્લું કરવાની ખૂબ જરૂર છે. ગામે ગામ થી લોકો રાજપીપલા આવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...