સોમવારે 9 ઓગષ્ટ વિશ્વ આદિવાસી દિવસની રાજયકક્ષાની ઉજવણીના નર્મદા જીલ્લા માંજ કરવામાં આવ્યો ત્યારે તેની સામે BTTS દ્વારા આ સરકાર દ્વારા આદિવાસીઓ સાથે સૌથી વધુ અન્યાય કરવામાં આવેલ છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીના વિધેયક સત્તા મંડળ નો કાયદો લાવી વર્ષો થી વસવાટ કરતા સ્થાનિક આદિવાસીઓને વિસ્થાપન કરાવાનું કામ આ સરકાર કરી રહી છે. સ્થાનિક લોકો પર પ્રશાસન દ્વારા અત્યાચાર ગુજારવામાં આવે છે.
આજ નર્મદા જીલ્લાના 121 ગામોને વિકાસ અને પર્યટનના નામે “ઇકો સેન્સીટીવ ઝોન” માં સમાવેશ કરી સરકાર દ્વારા આ તમામ ગામોના રેવન્યુ રેકોર્ડના બીજા હકકો મા ગેર બંધારણીય રીતે એન્ટ્રીઓ પાડવામાં આવી પેસા એક્ટ-1996 પ્રમાણે ગ્રામ સભાની મંજુરી લીધા વિના SOU અને ઇકોસેન્સીટીવ લાગુ કરવામાં આવે છે. એવા આક્ષેપ સાથે એક આવેદન પત્ર BTTS દ્વારા તૈયાર કરી ધારાસભ્ય મહેશ વસાવાની આગેવાનીમાં અન્ય આગેવાનો સાથે જોડાઈને જિલ્લા કલેક્ટર લેખિત આવેદનપત્ર પાઠવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.