તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બદલી:નર્મદા જિલ્લામાં 5 પોલીસ અધિકારીની આંતરિક બદલી

રાજપીપળા3 મહિનો પહેલા
  • કૉપી લિંક

નર્મદા જિલ્લાના પોલીસવડા હિમકરસિંહે ગત તારીખ 11 જૂનના રોજ શુક્રવારે જિલ્લાના 5 પોલીસ મથકનાં અધિકારીઓની સામુહિક રીતે આંતરિક બદલી કરવાનો હુકમ કર્યો હતો. આ બદલીના પગલે જિલ્લાે પોલિસ બેડામાં ચર્ચાનો વિષય બન્યો હતો. એક સામટા 5 પોલીસ અધિકારીની બદલીથી સ્ટાફમાં પણ અનેક ચર્ચાઓ જાગી હતી. પરંતુ વહીવટી કારણોસર આ બદલી થઈ હોવાનું જણાયું હતું.

જેમાં એ.એસ.વસાવા હાલ પો.સ.ઇ ગરુડેશ્વર થી પો.સ.ઇ આમલેથા,એ.સ.ડી પટેલ હાલ પો.સ.ઇ આમલેથા થી પો.સ.ઇ કેવડીયા ટ્રાફિક પો.સ્ટે અટેચ કેવડીયા પો.સ્ટે,એમ.આઈ.સેખ હાલ પો.સ.ઇ કેવડીયા ટ્રાફિક પો.સ્ટે થી પો.સ.ઇ ગરુડેશ્વર પો.સ્ટે, એ.આર. ડામોર પો.સ.ઇ ડેડીયાપાડાથી પો.સ.ઇ કેવડીયા ટ્રાફિક પો.સ્ટે,એચ.વી.તડવી પો.સ.ઇ એસ.ઓ.જી શાખા થી ફર્સ્ટ પો.સ.ઇ ડેડીયાપાડામાં કરવામાં આવી હતી આમ એક સાથે 5 જિલ્લાના અધિકારીની સામુહિક બદલી થઈ હતી.

અન્ય સમાચારો પણ છે...