કાર્યવાહી:રાજપીપળામાં અશાંતધારો લાગુ કરવા માટે મહેસુલ મંત્રીની કલેક્ટરને સૂચના

રાજપીપળા15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દરબાર રોડ, શ્રીનાથજી હવેલી, વિશાવગાના સ્થાનિકોની માગ ગાંધીનગર પહોંચતા કાર્યવાહી

રાજપીપલા કેટલાક વિસ્તારો જેવા કે દરબાર રોડ, શ્રીનાથજી હવેલી, વિશાવગા, માલીવાડ, પારેખ ખડકી, સહિતના વિસ્તારોમાં સ્થાનિક રહીશોની માંગ હતી કે આવા વિસ્તારોમાં હિન્દૂ મુસ્લિમ વસ્તીવાળા વિસ્તાર નજીક નજીકમાં હોય મંદિર અને ધાર્મિક સ્થળોની આજુબાજુના વિસ્તારોમાં અશાંતધારો લાગુ કરવા શ્રીનાથજી મંદિરના ટ્રસ્ટીઓ અને સ્થાનિક રહીશોએ જિલ્લા કલેક્ટરથી લઈને મુખ્ય મંત્રી અને મહેસુલ મંત્રીને રજૂઆત કરી હતી.

તો બીજીબાજુ છોટાઉદેપુર સાંસદ ગીતા રાઠવાને પણ સ્થાનિકોએ રજૂઆત કરતા ગીતાબેને મહેસુલ મંત્રીને રાજપીપળામાં સ્થાનિકોની માંગને લઈને અશાંતધારો લગાવવા રજૂઆત કરી હતી જેથી મહેસુલ મંત્રીની સૂચનાથી અશાંતધારા લાગુ કરવા કાર્યવાહી કરવા મંત્રાલય દ્વારા જિલ્લા કલેક્ટરને લેખિત હુકમ અપાતા હવે જરૂરી બાબતો ચકાસી જિલ્લા કલેટકટર રાજપીપળામાં અશાંત ધારો લાગુ કરશે.

રાજપીપલા શહેર એકદમ શાંતિભર્યા વાતાવરણમાં લોકો રહીને વ્યાપાર ધંધો કરે છે પરંતુ છેલ્લા કેટલાક સમયથી હિંદુઓના વિસ્તારમાં અને ધાર્મિક સ્થળોની આજુબાજુમાં સામે અને નજીકમાં મુસ્લિમો દ્વારા મકાનો પ્રોપર્ટી ઉંચી કિંમત આપીને ખરીદે છે ત્યારે નાથજી હવેલીના ટ્રસ્ટ્રીઓ, વિશાવગાના રહીશો સહીત કેટલાક રહીશોએ વિરોધ કર્યો કે આવા હિન્દુઓના વિસ્તારમાં મુસ્લિમવસ્તી વધશે તો અશાંતિ ઉભી થશે.

ધાર્મિક ભેદભાવ ઉભા થશે જે પુરાવા સાથે રજૂઆતો કરતા રાજ્ય સરકારના મહેસુલ, આપત્તિ વ્યવસ્થાપન, કાયદો અને ન્યાય તંત્ર, વૈધાનિક અને સંસદીય બાબતોના વિભાગ મંત્રીના અંગત સચિવ ડો.નિસર્ગ જોષી દ્વારા જિલ્લા કાલકેટરને અશાંત ધારા બાબતે નિયમાનુસાર ત્વરિત કામગીરી કરી જે કરેલ કામગીરી અંગેની જાણ મંત્રાલયમાં કરવા જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...