તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નુકસાનીનો રિપોર્ટ:આદિવાસી ખેડૂતોને અન્યાય : ગુજરાત સરકારે નર્મદા જિલ્લાની પાક નુકસાનીમાંથી બાદબાકી

રાજપીપળા11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નાંદોદ, ગરુડેશ્વર,ડેડીયાપાડાના 54 ગામોના 773 ખેડૂતોના 1304 હેકટર જમીનમાં નુકસાનીનો રિપોર્ટ

ગુજરાત સરકારે તૌકતે વાવાઝોડા દરમિયાન જે પણ ખેડૂતોના બાગાયતી પાકને નુકશાન થયું હોય એને વળતર આપવાની જાહેરાત કરી છે.પણ ગુજરાત સરકારે નુકસાની વળતર આપવામાં નર્મદા જિલ્લાને બાકાત રાખયો છે.ગુજરાત સરકારનો નર્મદા જિલ્લાના ખેડૂતોને અન્યાય કરાતા ખેડૂતોમાં રોષ ફેલાયો છે.હાલમાં જ તૌકતે વાવાઝોડાએ ગુજરાત સહિત દેશભરમાં ભારે તારાજી સર્જી હતી.ખેડૂતોના ઉભા પાક નષ્ટ થઈ જતા ગુજરાત સરકારે ખેડૂતોને પાક નુકસાની પેટે વળતર ચૂકવવાની પણ જાહેરાત કરી હતી.

ર્મદા જિલ્લાના ખેડૂતોએ વાવાઝોડા બાદ સરકારને એવી અપીલ કરી હતી કે અમને પણ નુકસાની વળતર મળવું જોઈએ.નર્મદા જિલ્લા વહીવટીતંત્રએ અલગ અલગ ટિમો બનાવી નુકસાનીનું સર્વે કર્યું અને એનો રિપોર્ટ પણ સરકારમાં મોકલી આપ્યો હતો.પણ જ્યારે સરકારે વળતર ચૂકવવા માટેનું લિસ્ટ જાહેર કર્યું તો એમાં નર્મદા જિલ્લાનો સમાવેશ ન કરાતા ખેડૂતો રોષે ભરાયા છે.નર્મદા જિલ્લા ખેતીવાડી વિભાગ અને બાગાયતી વિભાગે ગ્રામ સેવકોને અલગ અલગ 6 ટીમોને સર્વે કામગીરી માટે લગાવી હતી.

નર્મદા જિલ્લા બાગાયતી વિભાગે જિલ્લાના નાંદોદ, ગરુડેશ્વર અને ડેડીયાપાડા તાલુકાના 54 અસરગ્રસ્ત ગામોનો સર્વે કરી 773 ખેડૂતોના 1304 હેકટર જમીનમાં ફળ, ફૂલ અને શાકભાજીના પાકોમાં નુકશાન થયું હોવાનો સરકારમાં રિપોર્ટ પણ કર્યો હતો, તે છતાં સરકારે કેમ નર્મદા જિલ્લાને બાકાત રાખ્યો એ પ્રશ્ન અહીંયા ઉપસ્થિત થાય છે.

અન્ય સમાચારો પણ છે...