નદીમાં પાણી છોડવાનું બંધ:સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં 22 મીટરનો વધારો

રાજપીપલાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગરૂડેશ્વર વિયર કમ કોઝવેથી સ્ટેચ્યુ સુધીનું12 કિમીનું સરોવર છલોછલ

સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં 22 મીટરનો વધારો નોધાયો અને જળસપાટી સપાટી 120.54 મીટરે પહોંચી ગઈ છે. જોકે આવક સામે નર્મદા નિગમે જાવક જીરો કરી દીધી છે. એટલે કે નર્મદા કેનાલમાં અને નર્મદા નદીમાં પાણી છોડવાનું બંધ કરી દેતા જળસપાટીમાં વધી છે.

નર્મદા બંધના ઉપરવાસના કેચમેન્ટ વિસ્તારમાં હાલ વરસાદ વિરામ લેતા નર્મદા બંધમાં પાણીની આવક માત્ર 231 થઇ રહી છે. ગત રોજ 120.23 મીટર હતી જે 24 કલાકમાં વધીને 120.45 મીટર થઇ ગઈ છે.એટલે 24 કલાક માં 22 સેમી નો વધારો નોંધાયો છે. હાલ નર્મદા બંધની 4999.53 MCM કુલ સ્ટોરેજ જથ્થો સંગ્રહિત છે.

ગુજરાતમાં તમામ જિલ્લાઓ માં વરસાદ નોંધાયો છે અને મૌસમ વિભાગની આગાહી પ્રમાણે વરસાદ આખા રાજ્યમાં છે. એટલે ખેડૂતોને હાલ પાણીની માંગ નથી. નર્મદા બંધથી ગરુડેશ્વર સુધીનો 12 કિમીનું સરોવર છલોછલ છે. હવે નર્મદામાં પાણી છોડવાનું બંધ કરાયું છે.

જાવક ઓછી થઈ જતાં જળસપાટી વધી
સરદાર સરોવર નર્મદા બંધના ઉપરવાસમાંથી હાલમાં પાણી આવક માત્ર 321 ક્યુસેક થઈ રહી છે. જેની પાછળ એકમાત્ર કારણ ડેમના કેચમેન્ટ વિસ્તારમાં વરસાદ બંધ થઈ ગયો છે. મધ્યપ્રદેશોના બંને ડેમના તંત્રએ પણ તેના પાવર હાઉસ બંધ કરી દેતા જે ડિસ્ચાર્જનું પાણી નર્મદામાં આવતું હતું તે પણ હાલ બંધ થઈ ગયું છે. એટલે જ નર્મદા બંધ ઓથોરિટીએ પણ બંને પાવર હાઉસ બંધ કરી દેતા પાણીની જાવક શૂન્ય હોવાથી સપાટી વધી છે.

અન્ય સમાચારો પણ છે...