રાષ્ટ્રીય યુવા દિવસની ઉજવણી:નર્મદા જિલ્લામાં યુથ ફેસ્ટિવલનો પ્રારંભ, PMનું વર્ચ્યુઅલ સંબોધન

રાજપીપળા4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રાજપીપળાના આંબેડકર ભવનમાં રાષ્ટીય યુવા દિવસ નિમિત્તે કાર્યક્રમ યોજાયો
  • નહેરુ યુવા કેન્દ્ર દ્વારા યુથ​​​​​​​ ફેસ્ટિવલ, વડાપ્રધાને કહ્યું-ભારત યુવાનોનો દેશ

નર્મદામાં રાષ્ટ્રીય યુવા દિવસની ઉજવણીના ભાગ રૂપે રાજપીપલા આંબેડકર ભવન ખાતે યુથ ફેસ્ટિવલ નો પ્રારંભ નહેરુ યુવા કેન્દ્ર, નર્મદા દ્વારા કરવામાં આવ્યો. જેમાં જિલ્લા યુવા અધિકારી વી.બી તાયડે,પ્રોગ્રામ સુપરવાઈઝર ચંદ્રકાંત બક્ષી, ભાજપ મહામંત્રી અજિત પરીખ, જિલ્લા સુરક્ષા સમિતિ ના સભ્ય પ્રતીક્ષા પટેલ, કાજલ વસાવા, શંકર તડવી સહિત મોટી સંખ્યામાં યુવાનો હાજર રહયા હતા. આ નેશનલ યુથ ફેસ્ટિવલના ઉદ્ઘાટન સંદર્ભે પ્રધાનમંત્રી દેશના યુવાનો ને વર્ચ્યુઅલ હજાર રહી ને સંબોધ્યા હતા.

ભારત સરકારના યુવા વિકાસ અને ખેલ મંત્રાલય દ્વારા ચાલતા નહેરુ યુવાકેન્દ્ર દ્વારા પોન્ડેચરી ખાતે 12 જાન્યુઆરી થી 16 જાન્યુઆરી સુધી નેશનલ યુથ ફેસ્ટિવલ યોજવાનું હતું જેમાં ભારતના તમામ રાજ્યો ના યુવક યુવતી ઓ 5000 થી વધુ જોડવાના હતા જ્યાં 12 જાન્યુઆરીના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હાજર રહી.નેશનલ યુથ ફેસ્ટિવલ નું ઉદ્ઘાટન કરવાના હતા. પરંતુ કોરોના ના વધતા સંક્રમણને કારણે કાર્યક્રમ બંધ રાખવામાં આવ્યો પરંતુ જિલ્લાઓમાં પાંચ દિવસ આ યુથ ફેસ્ટિવલ ઉજવાય એ માટે પોન્ડીચેરી ખાતે કેન્દ્રીય ખેલ મંત્રી અનુરાગ ઠાકુરની ઉપસ્થિતિ માં ઉદ્ઘાટન કરવામાં આવ્યું જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલ રીતે જોડાયા હતા.

દેશના યુવાનો ને કોરોના સામે લડવાની, સ્વચ્છતા જાળવવાની સાથે યુવા વિકાસની વાત કરી હતી. નહેરુયાવા સંઘથન દિલ્હી અને ગુજરાત ના સ્ટેટ ડાયરેકટ મનીષાબેન શાહના પ્રયત્નો થી યુથ ફેસ્ટિવલના ઉદ્ઘાટન સમારંભે નર્મદા જિલ્લા પર બનેલી યુવા શક્તિ અને અને મારું સપનાનું ભારત થીમ પર શોર્ટ ફિલ્મ કરાશે પ્રકાશી કરવામાં આવી હતી આ ફિલ્મ હતા. આગામી એક અઠવાડિયા સુધી નર્મદા જિલ્લામાં તમામ તાલુકાઓ માં યુવા વિકાસ ને કાર્યક્રમો કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...