સેવાસેતુનો પ્રરંભ:નર્મદા જિલ્લાના પ્રભારી સચિવના હસ્તે બોરીયામાં સેવાસેતુનો પ્રરંભ

રાજપીપળા15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સેવા-સેતુમાં એક જ સ્થળે 56 સરકારી યોજનાઓના લાભ અપાયા

રાજ્ય સરકારની પ્રજાલક્ષી યોજનાઓના લાભો લોકોને સરળતાથી મળી રહે તેમજ વ્યક્તિગત પ્રશ્નોના ના ઉકેલ અને સેવાઓ તેમના રહેઠાણના નજીકના સ્થળે જ પ્રાપ્ત થાય તેવા ઉમદા હેતુસર રાજ્યવ્યાપી હાથ ધરાયેલા “સેવા-સેતૂ કાર્યક્રમ અંતર્ગત” નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકાના બોરીયા ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સંકુલ ખાતે ગુજરાતના શ્રમ આયુક્ત અને નર્મદા જિલ્લાના પ્રભારી સચિવ પી.ભારથી, જિલ્લા વિકાસ અધિકારી પી.ડી.પલસાણા, મહિલા અગ્રણી ભારતીબેન તડવી, પ્રાંત અધિકારી કે.ડી.ભગત, ગરૂડેશ્વર તાલુકાના મામલતદાર મિતેશભાઇ પરીખ, તાલુકા વિકાસ અધિકારી આર.એન.રાઠવા, ગામના સરપંચ સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ-કર્મચારીઓ, લાભાર્થીઓ વગેરેની વિશાળ ઉપસ્થિતિમાં “સેવા-સેતૂ” કાર્યક્રમને દિવપ્રાગટ્ય દ્વારા ખૂલ્લો મૂકાયો હતો.

સાતમાં તબક્કામાં યોજાયેલા “સેવા-સેતૂ” કાર્યક્રમમાં ઉર્જા અને પેટ્રોકેમિકલ વિભાગ, પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ, કૃષિ ખેડુત કલ્યાણ અને સહકાર વિભગ, આદિજાતી વિકાસ વિભાગ, મહેસુલ વિભાગ, આરોગ્ય વિભાગ, શ્રમ અને રોજગાર સહિત વિવિધ વિભાગો દ્વારા આધારકાર્ડ, પ્રમાણપત્ર, દિવ્યાંગતા પ્રમાણપત્ર, સાત-બાર આઠ-અ ના પ્રમાણપત્રો, રેવન્યુ રેકર્ડ માટે વારસાઇ અરજી, નોન ક્રિમીલેયર પ્રમાણપત્ર, વૃધ્ધ નિરાધાર સહાય, વિધવા સહાય જેવી 56 જેટલી વિવિધ સરકારી સેવાઓની વ્યવસ્થા કરાઇ હતી.

સરકારના પ્રજાલક્ષી અભિગમ થકી સેવાસેતુ કાર્યક્રમ
સરકારની લોકકલ્યાણલક્ષી વિવિધ યોજનાઓના લાભો એક જ સ્થળેથી મળી રહે તેમજ સ્થળ પર જ પ્રશ્નોનું નિરાકરણ આવે અને શક્ય હોય તો લાભાર્થીઓને લાભો તે જ દિવસે મળી રહે તેવા સરકારના પ્રજાલક્ષી અભિગમ થકી “સેવા-સેતૂ” ના કાર્યક્રમો યોજવામાં આવી રહ્યાં છે. > પી.ભારથી, પ્રભારી સચિવ.

અન્ય સમાચારો પણ છે...