• Gujarati News
  • Local
  • Gujarat
  • Rajpipla
  • In The First Dose Of Vaccination In Narmada, 100% Of The Work Is Completed According To The Population, Every House Will Be Knocked.

બીજા ડોઝના રસીકરણની કામગીરી પૂરજોશમાંં:નર્મદામાં વેક્સિનેશનના પ્રથમ ડોઝમાં વસ્તી પ્રમાણે 100% કામ પૂર્ણ, હર ઘર દસ્તક સાથે કામગીરી થશે

રાજપીપલા8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આગામી ત્રણ માસમાં 100 % કામગીરી પૂર્ણ કરવાનો લક્ષ્યાંક

ગુજરાતના શ્રમ આયુક્ત અને નર્મદા જિલ્લાના પ્રભારી સચિવ પી. ભારથીએ તેમની નર્મદા જિલ્લાની મુલાકાત દરમિયાન આજે કેવડીયા સરકીટ હાઉસ ખાતે જિલ્લા વિકાસ અધિકારી પી.ડી. પલસાણા, નિવાસી અધિક કલેક્ટર એચ.કે. વ્યાસ અને જિલ્લા આરોગ્યતંત્રના વરિષ્ટ અધિકારીઓ અને તબીબો સાથે જિલ્લામાં કોવિડ પ્રતિરોધક રસીકરણ ક્ષેત્રે પ્રથમ અને બીજા ડોઝમાં આજદિન સુધી થયેલી કામગીરીની આંકડાકીય વિગતો સાથે વિસ્તૃત ચર્ચા-વિચારણા સાથે ઝીણવટભરી સમીક્ષા કરી હતી.

મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. કે.પી. પટેલ, વગેરેની ઉપસ્થિતિમાં જિલ્લા પ્રભારી સચિવ કેવડીયા ખાતે યોજાયેલી કોવિડ રસીકરણ કામગીરીની ઉક્ત સમીક્ષા બેઠકમાં જિલ્લા આરોગ્યતંત્ર દ્વારા પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશનના માધ્યમથી સમગ્ર તાલુકા વાઇઝ અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વાઇઝ કોવિડ વેક્સીનેશનના પ્રથમ અને બીજાડોઝમાં થયેલી કામગીરી અને બીજાડોઝના રસીકરણ માટેના એલિજીબલ લાભાર્થીઓ, વેક્સિનના જથ્થાની ઉપલબ્ધિ, કોવિડ વેક્સિનેશનના પ્રથમ ડોઝમાં 100 ટકા કવરેજવાળા ગામો અને “હર ઘર દસ્તક” ના આયોજન અંતર્ગત સંલ્ગન કામગીરી તેમજ કોરોના મહામારીની સંભવતઃ ત્રીજી લ્હેર સામે જરૂરી તકેદારી સાથે જિલ્લા પ્રસાશન-આરોગ્યતંત્ર દ્વારા કરાયેલા આગોતરા આયોજન સંદર્ભની પૂર્વ તૈયારીઓ અંગે જરૂરી ચર્ચા-વિચારણા કરાઇ હતી.

કેવડીયા ખાતે જિલ્લા વહિવટી-આરોગ્યતંત્ર સાથે કોવિડ વેક્સિનેશનની યોજાયેલી સમીક્ષા બેઠકમાં કોવિડ વેક્સીનેશનના પ્રથમ ડોઝમાં આજની તારીખે જિલ્લાની વસ્તીના પ્રમાણે 100 ટકા સાથે ખૂબ જ સુંદર કામગીરી થઇ છે.

અન્ય સમાચારો પણ છે...