તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચૌવરી અમાસ:ટેકનોલોજીના યુગમાં પણ રાજપીપળાના ગામડાઓમાં બળદથી ખેતી કરવાની જૂની પરંપરા આજે પણ યથાવત

ચીકદા17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આ દિવસે આદિવાસીઓ દ્વારા બળદની પૂજા અર્ચના કરી અનોખી રીતે ઉજવણી

શ્રાવણ વદ અમાસ અને શ્રાવણના અંતીમ સોમવારના રોજ સાગબારા અને દેડિયાપાડા તાલુકાના આદિવાસી ખેડૂતો અનોખી રીતે ઉજવે છે. ખેડૂત દ્વારા બળદની મદદથી જમીન ખેડી અનાજ ઉગાવીને પકાવવામાં મદદ કરે છે. ખેતીમાં ખુબજ ઉપયોગી એવા બળદને ચૌવરી અમાસના દિવસે ખેડૂત સવારે બળદને નવડાવી ધોવડાવી પછી તેઓને નાકમાં નવી નાથ પહેરાવવામાં આવે છે.

શીંગડા પર નવી મસુટી બાંધવામાં આવે છે. સાથે નવા દોરડાનો ઉપયોગ કરી બાંધવામાં આવે છે. તેમના શિંગડાને કલર કરવામાં આવે છે. શરીર પર રંગના કપથી અને ભીંડાથી ચિતરી અવનવી ડિઝાઇન પાડવામાં આવે છે. બળદને શણગારવામાં પણ આવે છે. અમુક વિસ્તારમાં ગામમાં આવેલાં હનુમાન મંદિર પાસે લઈ જઈ તેઓની પૂજા કરવામાં આવે છે. સૌ પ્રથમ ગામના મુખ્ય આગેવાન કે જેને પોલીસ પટેલ પણ કહેવાય છે તેની બળદની જોડી લઈ જઈ તેમનું દર્શન કર્યા પછી ગામના લોકોને બળદ જોડી લઈ જાય અને પૂજા કરે છે.

પૂજા કરી ઘરે લાવી બળદના પગ ધોવામાં આવે છે. બળદની આરતી કરવામા આવે છે. ઘરની અંદર બાંધી ઘઉંના ગોળ કે ખાંડ નાખેલા ગળ્યા રોટલા બનાવીને બળદને ખવડાવવામાં આવે છે. આ વિસ્તારમાં ચૌવરી અમાસની ઉજવણી કરીને બળદનો આભાર માનવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...