રાજ્યની એકમાત્ર આયુર્વેદિક ફાર્મસી:આયુર્વેદિક દવાઓ પૂરી પાડતી એકમાત્ર ફાર્મસી રાજપીપળામાં, 10 એકરના ઔષધિય વનમાં 1640 વૃક્ષો

રાજપીપળા18 દિવસ પહેલાલેખક: પ્રવિણ પટવારી
  • કૉપી લિંક
ફાર્મસીની તસવીર - Divya Bhaskar
ફાર્મસીની તસવીર
  • 600થી વધુ પ્રકારની દવાઓ બનાવી દેશ અને રાજ્યમાં 300થી વધુ સરકારી આયુર્વેદિક હોસ્પિટલોમાં મોકલાવતી ફાર્મસી
  • દવાના વાર્ષિક 13 કરોડથી વધુ જથ્થાનું ઉત્પાદન

દેશમાં આયુર્વેદિક દવાઓનું મહત્વ વધે અને લોકો એલોપેથિક દવાઓ કરવા આર્યુવેદીક દવાઓનો ઉપયોગ વધુ કરે એ માટે ભારત સરકાર દ્વારા આયુષ મંત્રાલય અલગ કરી આયુર્વેદ પર ભાર મુક્યો છે. ત્યારે ગુજરાતમાં અમદાવાદ ખાતે આયુર્વેદ સેન્ટર શરૂ કર્યું છે જેનાથી આયુર્વેદિક ઉપચાર નો પ્રચાર પ્રસાર થશે ત્યારે જોવું એ રહ્યું કે આયુર્વેદના પ્રચાર પ્રસાર વચ્ચે ગુજરાત રાજ્યમાં આયુર્વેદિક દવાઓનો એટલો પૂરતો જથ્થો છે કે કેમ, જો આગામી દિવસોમાં આયુર્વેદિક દવાઓની માંગ વધે તો સરકાર કેવી રીતે પહોંચી વળે ત્યારે આ જવાબમાં સૌથી મોખરે આવે નર્મદા જિલ્લાના રાજપીપળાની સરકારી આયુર્વેદિક ફાર્માસી જ્યાં 600 થી વધુ દવાઓ આમ ગોળીઓ, પાઉડર,ચૂર્ણ, તેલ, સહિતની દવાઓ નું ઉત્પાદન થાય છે.

રાજપીપલા ની ફાર્મસી કોલેજની વાત કરીએ તો ભારતની સૌથી મોટી પાંચ સરકારી આયુર્વેદિક ફાર્મસી માં ની એક ફાર્મસી છે. અને ગુજરાત રાજ્યમાં પ્રથમ એવી ફાર્મસી કે ઉત્પાદન સાથે પોતાની પાસે ઔષધિવન છે, ફાર્મસી કોલેજ છે અને ફાર્મસી હોસ્પિટલ છે. આ ફાર્મસીમાં વાર્ષિક 13 કરોડથી વધુ દવાના જથ્થાનું ઉત્પાદન કરે છે. રાજપીપલા સરકારી આયુર્વેદિક ફાર્મસી માં આવતા રો મટીરીયલ ને લેબોરેટરીમાં ટેસ્ટિંગ કરી સરકારની ગુણવત્તા ચકાસણી બાદ દવા બને છે. રાજપીપળાની સરકારી આયુર્વેદિક ફાર્મસી પાસે 10 એકરમાં ફેલાયેલું ઔષધિ વન છે.

જેમાં 1640 જેટલા ઔષધિ વૃક્ષો અને છોડ આવેલા છે. આ સાથે નર્મદા જિલ્લામાં આવેલ જંગલ વિસ્તારોમાં જંગલ પેદાશો મળી રહે છે. આમ આ ઔષધિઓ અને વન પેદાશોમાંથી 600 થી વધુ પ્રકારની દવાઓ બને છે જે દેશ અને રાજ્યમાં 300 થી વધુ સરકારી આયુર્વેદિક હોસ્પિટલો માં દવાઓ મોકલવામાં આવે છે. આયુર્વેદિક ઔષધિ ગાર્ડનમાં તંત્ર દ્વારા આયુસ મંત્રલાયના નિયમ પ્રમાણે નામો લખી તેના ફાયદાઓ પણ લખવામાં આવે છે.

રોજ 100થી વધુ દર્દીઓ સારવાર માટે આવે છે
છેલ્લા 2 વર્ષથી સરકારી આયુર્વેદિક હોસ્પિટલની શરૂઆત થઇ છે જેમાં રોજ 100 થી વધુ દર્દીઓ સારવાર માટે આવે છે. ંે રોગોમાં એલોપેથિક દવાઓથી કામ નથી થતું જે દર્દીઓને આયુર્વેદિક દવાઓમાં રાહત રહે છે , ડાયાબીટીશ, બ્લડ પ્રેસર, પથરી , મહિલાઓ ના ગુપ્ત રોગ, બાળકોના રોગ, ચર્મ રોગ સહીત અનેક રોગો નું નિદાન થાય છે અને તમામ દવાઓ રાજપીપલા ફાર્મસીમાં બને છે. જેનું વિતરણ વૈદ્ય જેમ લખી આપે તેમ કરવામાં આવે છે. - ડો. પિયુષ શાહ, RMO, સરકારી આયુર્વેદિક હોસ્પિટલ

જરૂરીયાત મુજબની દવાઓનું જ ઉત્પાદન
રાજપીપલાની સરકારી આયુર્વેદિક ફાર્મસી નર્મદાની ઔષધિઓ સાથે રાજ્ય સરકાર દ્વારા ટેન્ડરિંગ પ્રક્રિયા કરીને એજન્સીઓ પસંદ કરી તેના દ્વારા દવાની ડિમાંડ મુજબ રો-મટીરીયલ મંગાવવામાં આવે છે. જરૂરિયાત મુજબ જ ફાર્મસીમાં આયુર્વેદિક દવાઓનું ઉત્પાદન કરવામાં આવે છે. અહીં દવાઓનું ઉત્પાદન કરીને અમે સરકારની સૂચના મુજબ દવાઓ જેતે સરકારી આયુર્વેદિક હોસ્પિટલમાં મોકલી આપીએ છીએ. - મયુર મશરૂ,મેનેજર, રાજપીપલા સરકારી આયુર્વેદિક ફાર્મસી.

અમે 600 પ્રકારની દવાઓ બનાવીએ છીએ
રાજપીપલામાં આવેલી સરકારી આયુર્વેદિક ફાર્મસી દેશની મુખ્ય પાંચ પૈકીની એક ગણી શકાય. કારણ કેે રાજપીપલા ફાર્મસી પાસે પોતાનું ઔષધિ વન છે. જેમાં હાલ 1640 જેટલા ઔષધિ વનસ્પતિના ઝાડ અને છોડ આવેલાં છે. જેમાંથી અમે 600 પ્રકારની દવાઓ બનાવીએ છીએ. જે ગુજરાત અને દેશની 300 થી વધુ સરકારી હોસ્પિટલોમાં મોકલવામાં આવે છે. - જસપાલસિંહ રાણા, ફાર્મસીસ્ટ, રાજપીપલા સરકારી,ફાર્મસી.

અન્ય સમાચારો પણ છે...