તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:રાજપીપલામાં સગીરાને કરજણ કોલોનીના જુના બ્લોકમાં લઇ જઇ દુષ્કર્મ આચરતાં ગુનો

રાજપીપલા20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અઢી વર્ષથી પ્રેમસંબંધ બાંધવા સગીરાને મજબૂર કરી યુવાને દુષ્કર્મ આચર્યું હતું

રાજપીપલા ની કરજણ કોલોનીના જર્જરિત મકાનમાં સગીરાને લઈ જઈ તેની મરજી વિરુદ્ધ દુષ્કાર્મ કરતા યુવાન વિરુદ્ધ રાજપીપલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. પોલીસે યુવાનની ધરપકડ કરી તપાસ હાથ ધરી છે. સગીરાની ની માતાએ રાજપીપલા પોલીસમાં આપેલી ફરિયાદ મુજબ રાજપીપળા શહેરના એક વિસ્તારમાં રહેતા તેમની 15 વર્ષ અને 6 મહિનાની દીકરી ધોરણ 9 માં ખાનગી શાળામાં અભ્યાસ કરે છે.

વડીયા ગામની એક સોસાયટીમાં રહેતા વત્સલ નામના યુવાને સગીરાને પોતાની સાથે પ્રેમ સંબંધ બાંધવા અઢીવર્ષ પહેલાં યુવાન સ્કૂલ અને ઘરે આંટા મારતો અને સગીરાને પ્રેમસંબંધ બાંધવા દબાણ કરતો હતો. જો તું પ્રેમસંબંધ નહીં બાંધે તો હું મરી જઈશ એમ કહી પોતાની પ્રેમજાળમાં ફસાવી કરજણ કોલોનીના એક જર્જરિત બ્લોકના ખાલી મકાનમાં લઈ જઈ સગીરા સાથે દુષ્કાર્મ કર્યું અને કોઈને જાણ કરીશ તો મારી નાખીશ એવી ધમકી આપી હતી. તે બાદ સગીરા પોતાની બહેનપણીઓ સાથે શીતળા માતાના મંદિરે ગઈ હતી ત્યારે આ યુવાન ત્યાં પહોંચીને પોતાના મોબાઈલમાં સગીરાની મરજી ના હોવા છતાં પાડ્યા હતા.

વારંવાર તેની સાથે ફરવા દબાણ કરતો એક વાર ઝુંડા સુધી લઈ ગયો હતો.જો સગીરા વિરોધ કરે તો ઇન્સ્ટા ગ્રામ પર ફોટા અપલોડ કરવાની ધમકી આપતો જેથી આ યુવાન થી પરેશાન થઈ ને સગીરાએ પોતાના ઘરે માતા પિતાને વાત કરી માતાએ રાજપીપલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતા આ યુવાન વત્સલ વિરુદ્ધ પોલીસે IPC કલમ 363,366,376(2),(જે)376(3) 354(એ), 504,506(2) તથા પોક્સો કલમ4,5 મુજબ ગુનો નોંધી પોસઈ એ આર દેસાઈ તાપસ હાથ ધરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...