તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નવતર પ્રયોગ:રાજપીપળા પાલિકામાં જનતાના કામો હવે માત્ર એક ફોનથી થશે

રાજપીપળા17 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • જનતાને ઘર બેઠાં સુવિધા માટે પાલિકા પ્રમુખે કર્યો આ નવતર પ્રયોગ

હાલ કોરોના મહામારી ચાલી રહી છે, રાજપીપળાની જનતા કોરોના સંક્રમણનો ભોગ ન બને સાથે સાથે જનતાને ઘરે બેઠા સુવિધા મળી રહે એ માટે રાજપીપળા પાલિકા પ્રમુખ કુલદીપસિંહ ગોહિલે નવતર અભિગમ અપનાવ્યો છે.રાજપીપળાની જનતાના વિવિધ પ્રશ્નોનો મોબાઈલ પર જ નિકાલ થાય એ માટે પાલિકાએ વિવિધ હેલ્પલાઈન નંબરો જાહેર કર્યા છે.રાજપીપળા પાલિકા પ્રમુખે અપનાવેલો આ નવતર અભિગમ પાલિકાના ઇતિહાસમાં પ્રથમ વખત અપનાવાઈ રહ્યો છે.

પાલિકા પ્રમુખ કુલદીપસિંહ ગોહિલે જણાવ્યું હતું કે રાજપીપળાની જનતા હવે એક ફોન કોલથી એમના પ્રશ્નો હલ મેળવી શકશે.રાજપીપળા પાલિકાએ જન્મ-મરણના દાખલાઓ માટે 8511760363, પાણીને લગતા પ્રશ્નો/ સ્ટ્રીટ લાઈટને લગતા પ્રશ્નો તથા સફાઈ અંગેની ફરિયાદ માટે 8511460364, બાંધકામ પરમિશન/ શોપ લાયસન્સ/ વેરા ટ્રાન્સફર માટે 8511760365, બી.પી.એલ દાખલામાં સુધારા વધારા/ વૃધ્ધા સહાય/ આવકના દાખલા/ વિધવા સહાય/ સેલ્ટર હોમ રહેવા માટે 8511760366 હેલ્પ લાઈન નંબર અમે જાહેર કર્યો છે. કુલદીપસિંહ ગોહિલે જણાવ્યું હતું કે દાખલાઓ માટે ડોક્યુમેન્ટ પણ પાલિકા કર્મી જે તે વ્યક્તિના ઘરે જઈને લઈ આવશે,

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો