તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આયોજન:રાજપીપળામાં ભગવાન જગન્નાથજી નગરચર્યા કરશે

રાજપીપળા17 દિવસ પહેલા
  • કૉપી લિંક
સોમવારે યોજાનારી રથયાત્રાના રૂટ ઉપર બખ્તરબંધ પોલીસે પૂટ પેટ્રોલિંગ કરી રથયાત્રાના રૂટનો અભ્યાસ કર્યો હતો. - Divya Bhaskar
સોમવારે યોજાનારી રથયાત્રાના રૂટ ઉપર બખ્તરબંધ પોલીસે પૂટ પેટ્રોલિંગ કરી રથયાત્રાના રૂટનો અભ્યાસ કર્યો હતો.
  • રથયાત્રામાં માત્ર 60 આયોજકોની હાજરીને મંજૂરી, પોલીસે યાત્રાના રૂટ ઉપર ફ્લેગમાર્ચ યોજી
  • રથયાત્રામાં ભાગ લેનારા તમામે 48 કલાક પહેલા કોરોના ટેસ્ટ કરાવી પોતે નેગેટિવ હોવાનો રિપોર્ટ બતાવવો પડશે

કોરોના મહામારીના પગલે આ વખતે ગુજરાતના અન્ય વિસ્તારોમાં અષાઢી બીજની રથયાત્રા રદ કરવામાં આવી છે. જોકે, રાજપીપલા શહેરમાં 12મી જુલાઈએ ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળશે. તંત્ર દ્વારા શરતી મંજૂરી આપવામાં આવી છે. આ વર્ષે કોવીંડ-19 ના પ્રોટોકોલ પ્રમાણે નીકળશે.આ રથયાત્રામા 60થી વધુ લોકોને ભેગાકરી શકાશે નહીં. તેમજ આ વખતે ટ્રક, હાથી, ભજન મંડળી, બેન્ડ વિગેરે શોભાયાત્રામાં ભાગ લેવા પ્રતિબંધ મુકાયો છે. તથા પુજાવિધિમાં ભાગ લેનાર તમામે રથયાત્રાના 48-કલાક પહેલા કરાવેલ RTPCR Test નેગેટીવ હશે તેઓ જ સામેલ થઇ શકશે.

પ્રસાદ પણ રાખી શકાશે નહીં. જેથી રથયાત્રા સમિતિ દ્વારા માંગવામાં આવેલ મંજૂરી માં તંત્ર દ્વારા સરતી.મંજૂરી આપવામાં આવી છે. નર્મદા જિલ્લામાં રથયાત્રા સમિતિ દ્વારા મંજૂરી માંગવામાં આવતા રથયાત્રા નીકળવાની હોય સુરક્ષાને પ્રાધાન્ય આપી રાજપીપલા શહેરમાં જિલ્લા પોલીસ વડા હિમકરસિંહની સૂચનાથી ડીવાયએસપી રાજેશ પરમારના નેતૃત્વમાં રાજપીપલા પોલીસ જવાનોની ટીમ દ્વારા ફ્લેગમાર્ચ રાજપીપલા શહેરમાં રથયાત્રા ના રૂટ પર ફ્લેગમાર્ચ કરવામાં આવી હતી અને શાંતિ સમિતિની બેઠક કરી નર્મદા પોલીસ દ્વારા જરૂરી સૂચના અને કાળજી રાખવાની ટકોર કરી હતો.

અન્ય સમાચારો પણ છે...