તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
રાજપીપળાના સિંધીવાડમાં અગાઉના ઝઘડા બાબતે બે જૂથ વચ્ચે અથડામણ થઈ હતી. જેમાં બંદુક અને તલવાર જેવા મારક હથિયારો પણ ઉલળ્યા હતા. બનાવ સંદર્ભે બંન્ને પક્ષોએ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.રાજપીપળા સિંધી વાડમાં આ બનાવ અગાઉના કોઈક ઝઘડા બાબતે બન્યો હોવાનું પોલીસ ચોપડે નોંધાયું છે રાજપીપળા પોલીસ મથકમાં નોંધાયેલી પ્રથમ ફરિયાદ મુજબ આજથી એકાદ વર્ષ પહેલાં મહેબૂબ ખાન પઠાણ સિંધી વાડ વિસ્તારમાંથી પસાર થતા હતા દરમિયાન ઈમ્તિયાઝ અજિજ શેખે કૂતરાને મારેલો પથ્થર ઉછળીને મહેબૂબ ખાન પઠાણના માથામાં વાગ્યો હતો. જેથી બન્ને પક્ષ વચ્ચે ઝઘડો થયા બાદ સમાધાન પણ થયું હતું.
બાદમાં મહેબૂબ ખાન પઠાણનું થોડા દિવસો અગાઉ મૃત્યુ થયું હતું તેઓની લાયસન્સ વાળી બંદૂક જમા કરાવવા અસલમખાન અલીમ ખાન પઠાણ અને જબ્બારખાન મહેબૂબ ખાન સાથે સ્વ.મહેબૂબ ખાન પઠાણની બંદૂક જમા કરાવવા જતા હતા.એ દરમિયાન સિંધીવાડ ખાતે હસન અજિજ શેખ, ઈમ્તિયાઝ અજિજ શેખ, હમીદ અજિજ શેખ, અલ્લારખ્ખા નજીરમિયા શેખ, મૂંનીબેન શેખ તથા શાબેરાબાનું શેખે એમની સાથે અગાઉના ઝઘડાની રિસ રાખી ઝઘડો કર્યો હતો.
આ ઝઘડાની જાણ થતાં જ યામીન મહેબૂબ ખાન પઠાણ, અલીખાન મહેમુદખાન પઠાણ અને સેહજાત અનવર હુસેન સૈયદ ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા. દરમિયાન હસન અજિજ શેખ, ઈમ્તિયાઝ અજિજ શેખ, હમીદ અજિજ શેખ, અલ્લારખ્ખા નજીરમિયા શેખ, મૂંનીબેન શેખ તથા શાબેરાબાનું શેખે અસલમ અલિખાન પાસેથી બંદૂક ખૂંચવી લેવાની કોશિશ કરી હતી અને હસન અજિજ શેખે ધારીયું તથા હમીદ અજિજ શેખે તલવાર વડે માથાના ભાગે જીવલેણ હુમલો કર્યો હતો, સાથે સાથે બંદૂક પણ તોડી નાખી અલ્લારખ્ખા શેખે તીરથી પણ હુમલો કર્યો હતો.
જ્યારે સામે પક્ષે નોંધાયેલી ફરિયાદ મુજબ અગાઉના ઝઘડાની રિસ રાખી સેહજાન ખાન અનવર હુસેન સૈયદે બંદૂક સાથે આવી ઈમ્તિયાઝ અબ્દુલ લતીફ શેખ સાથે ઝઘડો કર્યો, ત્યારે સાહેરા બાનું અબ્દુલ હુસેન શેખે ઝઘડો ન કરવા જણાવતા સેહજાન ખાન અનવર હુસેન સૈયદે એને બંદૂકની બટનો ભાગ માર્યો હતો.રાજપીપળા પોલીસે આ ઘટના મામલે બન્નેવ પક્ષ તરફી ફરિયાદ દાખલ કરી 11 લોકો વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.સાથે સાથે એ વિસ્તારમાં પોલિસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
સિંધિવાડમાં ટોળું પહોંચતા મામલો બિચક્યો
સિંધીવાડમાં બંદૂક, તલવાર અને ધારીયા ઉછળતા બે જૂથ વચ્ચે ધીંગાણું સર્જાયું હતું, જેમાં એક મહિલા સહીત 6 વ્યક્તિઓને લોહી લુવાણ હાલતમાં સારવાર અર્થે રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં લવાયા હતા, દરમિયાન ત્યાં ટોળુ ઉમટી પડ્યું હતું.જો કે પોલિસે એ ટોળું વિખેરતા ટોળું સિંધીવાડ ઘટનાસ્થળે પહોંચી જતા મામલો બીચકયો હતો.
સ્થળ પરથી 12 બોરની તૂટેલી બંદૂક મળી આવી
ઘટના બાદ સિવિલ હોસ્પિટલમાં DYSP તથા ટાઉન PI સહિતનો કાફલો પહોંચી ગયો હતો. લોકોનું ટોળું ભેગું થતાં તેમને છૂટા પાડી મામલો થાળે પાડ્યો હતો. પોલીસને સિંધિવાડમાંથી 12 બોરની તૂટેલી બંદૂક, જીવતા કારતુસો અને તલવાર મળી આવ્યા હતા.
પોઝિટિવઃ- જે કામ માટે તમે છેલ્લાં થોડા સમયથી કોશિશ કરી રહ્યા હતાં, તે કાર્ય માટે કોઇ યોગ્ય સંપર્ક મળી જશે. વાતચીતની મદદથી તમે કોઇ મામલાનું સમાધાન શોધી લેશો. કોઇ જરૂરિયાતમંદ મિત્રની મદદ કરવાથી તમને આત્...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.