ગુજરાત માં ખાસ કરીને અખાત્રીજના દિવસે લગ્નો ખુબ વધુ થતા હોય છે અને સમૂહ લગ્નો પણ કરવામાં આવતા હોય છે ત્યારે આ દિવસના લગ્નોની વધુ સંખ્યામાં ગ્રામ્ય વિસ્તારોમાં બળ લગ્નો ગોઠવી દેવાતા હોય છે. 16 થી 17 વર્ષના બાળકોના લગ્ન કરાવી દેવામાં આવે છે.
જોકે આ બાબત સમાજસુરક્ષા અધિકારી, બાલસુરક્ષા અધિકારી દ્વારા આખું વર્ષ જાગૃતિ કાર્યક્રમો કરવમાં આવતા હોય છે અને બાળ લગ્ન કેટલો મોટો ગુનો છે કેટલી કડક સજા અને દંડ છે જે બાબતે પણ માહિતગાર કરવામાં આવતા હતા. એટલુંજ નહીં નર્મદા પોલીસ દ્વારા પણ સુરક્ષાસેતુ સોસાયટી દ્વારા જાગૃતિ કાર્યક્રમો કરવામાં આવ્યા હતા. જો કે તેને કારણે બાળલગ્નોમાં ચોક્કસ ઘટાડો નોંધાયો છે. આ અખાત્રીજ ના સમગ્ર જિલ્લામાં શોધખોળ કરી પણ એક પણ બાળ લગ્નો મળ્યા નહિ.
પ્રાપ્ત માહિતી અનુસાર બાળલગ્ન પ્રતિબંઘક અધિકારી-સહ-જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી પી.બી.રાણપરીયા-જિલ્લા બાળ સુરક્ષા અધિકારી ચેતન પરમાર, આ બે વિભાગની ટીમો નર્મદા પોલીસની ટીમો ને સાથે રાખીને પાંચ ટીમો પાંચ તાલુકાઓમાં સવારથી જ સરપ્રાઈઝ ચેકીંગ માટે નીકળી આખા દિવસમાં માહિતી મુજબ 80 ગામોમાં ચેકીંગ કર્યું જોકે 17 જેટલા લગ્નો મળ્યા જે તમામને ચેકીંગ કરી યુવક કે યુવતીઓની જન્મની ખરાઈ કરી ત્યારે તેઓ તમે લગ્ન કરવાની ઉરે હતા એટલે કે બાલિક હતા એટલે કોઈ ગુનો ના બનતો હોય તેમને લગ્નની શુભેચ્છા પાઠવી ટીમો પરત ફરી જોકે બાળ લગ્ન ના મળ્યા એ પણ એક ખુશીની વાત છે કે સમાજોમાં જાગૃતિ આવી છે.
રૂઢિગત માન્યતાઓને લઈને બાળલગ્નો થતા હતા પરંતુ સમાજ આજે જાગૃત બન્યો છે
બાળલગ્નની ગંભીરતા તેના કાયદા ની સમજ ઘરે ઘરે જઈ ને આપીએ છે. નર્મદા જિલ્લો આદિવાસી બહુલવસ્તી ધરાવતો જિલ્લો છે જેમાં કેટલીક રૂઢિગત માન્યતાઓ ને લઈને બાળલગ્નો થતા હતા પરંતુ સમાજ આજે જાગૃત બન્યો છે આજે સરપ્રાઈઝ 80 જેટલા ગામોને ચેકીંગ કરી માહિતી મેળવી પણ તમામ નું કહેવું હતું કે બાળલગ્નોના થવા જોઈએ એ ખુશીની વાત અમારા માટે હતી. > ચેતન પરમાર, બાળસુરક્ષા અધિકારી, નર્મદા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.