જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુના અધ્યક્ષ સ્થાને જિલ્લા પંચાયત કોન્ફરન્સ હોલ ખાતે વેક્સીનેશન સત્કાર સમારંભ યોજાયો જેમાં કોવિડ-19 વેક્સીનેશન, કોવિડ ટેસ્ટીંગ સહિત આરોગ્યલક્ષી વિવિધ કામગીરી માટે ઉત્તમ કામગીરી કરનાર તાલુકાકક્ષાના 15 જેટલા આરોગ્ય અધિકારીઓ અને કર્મચારીઓ ઉપરાંત વેક્સીનેશન ફેસીલેટરોને પ્રશસ્તિપત્ર અને ટ્રોફી આપી સન્માનિત કરાયાં હતાં.અને અભિનંદન પણ પાંઠવ્યા હતાં.
અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. વિપુલ ગામીતે જણાવ્યું હતું કે, અત્યાર સુધીમાં નર્મદા જિલ્લામાં હેલ્થકેર વર્કર અને ફ્રન્ટ લાઇન વર્કરોને સૌ પ્રથમ વેક્સીનેટ કરવામાં આવેલ ત્યારબાદ સરકારની ગાઇડલાઇનમાં જણાવ્યાં મુજબના તમામ લોકોને વેક્સીનેશન કરવામાં આવેલ છે. જે અંતર્ગત નર્મદા જિલ્લામાં 12 થી 14 વર્ષના બાળકો, 15 થી 18 વર્ષના યુવાઓને ફસ્ટ ડોઝ અને સેકન્ડ ડોઝની કામગીરી પૂર્ણ થયેલ છે. તેમજ 18 થી 60 વર્ષના તમામ લોકોને સેકન્ડ ડોઝ આપવામાં આવેલ છે અને 60 થી ઉપરની વયના તમામ વયસ્કોને પણ પ્રિકોશન ડોઝ આપવાની કામગીરી કાર્યાન્વિત છે. સહિત બે વર્ષ દરમ્યાન થયેલી કોવિડ ની કામગીરીઓ અને વેકસીન કામગીરી અહેવાલ આપ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.