તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શિક્ષણ:નર્મદામાં 212 વિદ્યાર્થીઓને પ્રવેશના લક્ષ્યાંક સામે 500 જેટલા ફોર્મ ભરાયા

રાજપીપલાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બાળકને પ્રવેશ મળે માટે RTE વેરિફાયર અધિકારીએ ફોર્મ જાતે ભર્યા

કેન્દ્ર સરકારની રાઈટ ટુ એજ્યુકેશન યોજના RTE હેઠળ દેશમાં કરોડો બાળકો ખાનગી સ્કૂલોમાં મફત શિક્ષણ મેળવે છે. અને જેની ફી સરકાર ચૂકવે છે. નર્મદા જિલ્લામાં પણ દર વર્ષે 200 થી 250 જેટલા બાળકો દર વર્ષે પ્રવેશ મેળવે છે. જિલ્લાની ખાનગી પ્રાથમિકશાળાઓ 42 જેટલી છે અને જેમાં સંખ્યાના 25 ટકા બાળકોને RTE માં સમાવેશ કરવાના હોય શિક્ષણવિભાગ ના સર્વે પ્રમાણે નર્મદા જિલ્લામાં આ વર્ષે 212 જેટલા વિદ્યાર્થીઓ ને ધોરણ 1 માં પ્રવેશ આપી શકશે.

જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી જયેશભાઇ પટેલ, નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અને નોડલ અધિકારી RTE સચિનકુમાર શાહના માર્ગદર્શન હેઠળ તેમની ટીમ આ દિવસ સુધી સતત RTE ની કામગીરી કરી આ 25 જૂન થી 5 જુલાઈ સુધી ઓનલાઇન ફોર્મ ભરવાના હતા. આ 11 દિવસ માં 500 જેટલા ફોર્મ ભરાયા જોકે લક્ષયાંક 212 વિદ્યાર્થીઓનો છે. ત્યારે જેને ખરેખર શિક્ષણની જરૂર છે એવા 212 વિદ્યાર્થીઓ ને પ્રવેશ મળશે. જિ.પ્રા.શિક્ષણાધિકારી કચેરી દ્વારા RTE માટે જિલ્લા સહાયતા કેન્દ્ર જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરી, જિલ્લા પંચાયત ખાતે શરૂ કરવામાં આવ્યુ હતું જ્યારે હાજર જિલ્લા વેરીફાયર અને મદદનીશ નોડલ RTE તરીકે કલમભાઇ આર. વસાવા, જિલ્લા હેલ્પ સેન્ટર પર વાસુદેવ જે. રાઠવા અને ભદ્રેશકુમાર ખત્રી દ્વારા વાલીઓને તમામ માહિતી પુરી પડી બનતી મદદ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...