જીવ દયા:ખુંભીયા ગામે 1962 પશુઓ માટેની એમ્બ્યુલન્સની ટીમે બિમાર 200 મરઘાઓને જીવનદાન આપ્યું

રાજપીપળાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મરઘીના મૃત બચ્ચાનું PM કરતા કૃમિના જીવડાં અને આખું ચણ નીકળતાં સારવાર કરી

ખુંભીયાં ગામે એક ખેડૂતના મરઘીના બચ્ચા ટપોટપ મારતા જોઈ ખેડૂતે GVK 1962 EMRI એમ્બ્યુલન્સ સેવાને ફોન કરી બોલાવતા ચિચડિયા લોકેશનની એમ્બ્યુલન્સ તાત્કાલિક પહોંચી જતા તબીબે અન્ય મરઘાના જીવ બચાવ્યા ખેડૂતમાં આનંદ છવાયો હતો.

ગરુડેશ્વર તાલુકાના ચિચાડિયા પાસેના ખુંભીયાં ગામે એક ખેડૂત પોતાના ઘરના વાડા માં 200 થી વધુ મરઘી રાખી ઉછારતો હતો. ત્યારે છેલ્લા બે ત્રણ દિવસમાં મરઘીના બચ્ચા ટપોટપ મારતા હતા 50 જેટલા મરઘીના બચ્ચાના મોત થતાં ખેડૂતે કોઈ અન્ય ખેડૂતની સલાહ લઈને GVK 1962 EMRI એમ્બ્યુલન્સ સેવા કે જે 10 ગામદીઠ સેવા ચાલે છે તેને ફોન કરતા પ્રોજેક્ટ કો-ઓર્ડીનેટર નીરવ પ્રજાપતિ એ તાત્કાલિ ચિચાડિયા લોકેશનની ગાડી આ ખેડૂતને ઘરે મોકલી જેમાં ફરજ પરના ડો. પંકજ ધક્ક્ડ અને પાઇલોટ નિલેશબારીયા એ સર્વે કરી ખોરાક થી લઈને અન્ય તમામ બાબતો ચકાસણી કરી બાદમાં ડોક્ટર પંકજ ધક્ક્ડ ને થયું કે જો મૃતક બચ્ચાનું પોસ્ટમટમ (PM) કરીયે તો મૃત્યુ નું કારણ ખબર પડે પછી જયારે એક બચ્ચાનું પીએમ કર્યું ત્યારે અંદરથી કૃમિના જીવડાં અને આખું જુવાર ચણા નીકળ્યા જે મોતનું કારણ હોય ડોક્ટરે ખેડૂત ને મરઘાને આપવામાં આવતો ખોરાક બંધ કરાવી દીધો અને કૃમિની દવા આપી, સાથે મરઘાં રાખતા હતા જે જગ્યા સ્વચ્છ કરાવી બે ત્રણ દિવસ ફોલોપ લેતા ખેડૂત ખુશ હતો ત્યાર બાદ એક પણ બચ્ચા કે મરઘાં માર્યા નથી અને પરિવારમાં આનંદ છવાયો હતો.

અન્ય સમાચારો પણ છે...