રાજપીપલા અને ઉમરવા(જોષી) થી લગભગ 5000 મીટર ઉંચાઈએ ઉંચી ટેકરી પર આવેલું છે. ઉમેરવા ગામથી લગભગ 4 કિમિ ઉપર ચઢીયે તો માથાવાડી અને તેનાથી 4 કિમિ આગળ જઈએ ત્યારે ચિનકુવા આવે આમ 7 થી 8 કિમિ ઈચાઈએ આવેલું આ ચિનકુવા ગામ જ્યા પાકો કોઈ માર્ગ નથી આઝાદી ના 75 વર્ષ થયા છતાં ત્યાં પાયાની સુવિધા નથી.
સ્કૂલની જરૂર હોવાની બાબત દિવ્યભાસ્કરના અહેવાલથી પાકી સ્કૂલ મળી અને પાણી ની સમશ્યા ને લઈને પ્રસિદ્ધ અહેવાલની અસર થી પાણીની પાઈપલાઈન કરી બે ટાંકીઓ બનાવી અને ઉપર સુધી પાણી પહોચાડ્યું હવે ઘરે ઘરે કનેક્શન કરવાના બાકી છે. જયારે આખું વર્ષ પાણી રહે એ માટે અન્ય કૂવાનું કામ પણ ચાલે છે પણ નવાઈ એ વાત ની છે કે આપણે અહીંયા 100 થી 150 અને કોઈ તો 200 ફુટ સુધી બોર ખોદે છે ત્યારે પાણી નીકળે છે પરંતુ આ 5000 મીટરે ઉંચાઈએ આવેલ ચિનકુવા ગામ પહાડ પર આવેલું છે. જ્યા માત્ર 8 ફુટ ખોદતાં પાણી નીકળી ગયું.
આ બાબતે ચિનકુવા ગામના રહીશ મહેશભાઈ તડવી એ જણવ્યું હતું કે અમારે ત્યાં કોઈ સુવિધા નહોતી પણ હાલ ધીરે ધીરે આવી રહી છે હાલ પાણીની સુવિધા ને લઈને કામગીરી ચાલે છે સ્કૂલ પણ નવી બની ગઈ છે. ત્યારે હાલ કૂવો ખોદવાની કામગીરી પણ ચાલે છે. 30 ફુટ ઉંડા કુવા ખોદવાની કામગીરી ચાલુ છે ત્યારે હાલ 8 ફુટ કૂવો ખોદવાથી જ પાણી નીકળી ગયું છે જે અજીબ કહેવાય કુદરતી રીતે જ પાણી ઝરે છે. વર્ષોથી ગામમાં એક કૂવો 10 ફુટ ઊંડો છે જેમાં પણ પાણી ઝમ્યા કરે છે એટલે ચિનકુવા માં પાણીના જળસ્તર ખુબ ઉંચા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.