તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અંતિમ વચન પૂરું કર્યું:‘તું દુનિયા છોડીશ તેના ગણતરીના સમયમાં તારી સાથે હું પણ આવીશ’, તેવું કહેતા પતિએ પત્નીના મોત બાદ એક કલાકમાં જ દુનિયાને અલવિદા કરી

રાજપીપલા18 દિવસ પહેલા
 • કૉપી લિંક
મૃતક પતિ અને પત્નીની ફાઇલ તસવીર - Divya Bhaskar
મૃતક પતિ અને પત્નીની ફાઇલ તસવીર
 • રાજપીપલામાં કોરોનથી પત્ની બાદ પતિનું પણ મોત
 • પત્નીને સાથે જીવવા-મારવાના આપેલા કોલ તબીબે નિભાવ્યા

ભરૂચ જિલ્લાના ભાલોદ ગામના વાતની ડો.જયેન્દ્રસિહ બારોટ પોતે વેટનરી ડોક્ટર તરીકે ની ડિગ્રી મેળવી વર્ગ 2 પશુ નિયામક તરીકે સરકારી સેવામાં જોડાયા હતા. તેમના જીવન સાથી તરીકે અનસુયાબેન સાથે મેળાપ થયો. બંને વચ્ચે પ્રેમ થતાં લગ્નજીવનમાં બંધાયા. તેમને સંસારસુખમાં એક દીકરી દર્શનનો જન્મ થયો હતો.જેની સાથે આ દંપતીએ એક બીજા સાથે ખુબ સ્નેહથી રહ્યા.

દંપતી કાયમ સાથે જ રહેતા હતા
58 વર્ષના લગ્ન જીવનમાં કાયમ સાથે રહેતા બિલકુલ છુટા પડ્યા નહોતા. એક બીજાની ભૂલથી નિંદા નહીં કરતા. આ દંપતીના જીવનમાં સતત પ્રેમ પ્રેમ વધતો રહ્યો. જયારે પણ જુદા થવાની કે મારવાની વાત આવે એટલે અનસુયાબેનને જયેન્દ્રસિંહ કહેતાં, ‘તારા વગર જીવન શું કામનું હું વચન આપું છું કે તું આ દુનિયા છોડી જઈશ તેના ગણતરીના સમયમાં તારી સાથે આવવા આ દુનિયા છોડી દઈશ. તને એકલી નહિ મુકું.’

પતિએ અંતિમ વચન પૂરું કર્યું
ત્યારે બંનેને કોરોના થતા રાજપીપલા કોવિડ હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા. કોવિડ હોસ્પિટલમાં સારવાર દરમિયાન પહેલાં અનસુયાબેનનું મોત થયું હતું. જેમને પરિવાર સાથે તંત્ર રાજપીપલાના સ્મશાને લઇ જાય છે. આ બાબતની પતિને કોઈ જાણ નહોતી છતાં એક કલાકના સમયમાં જ પતિ જયેન્દ્રસિહનું પણ મોત થયું હતું અને તેમણે આપેલો કોલ જાણે પૂરો કર્યો હતો. જ્યાં પત્નીનો અંતિમ સંસ્કાર થયો જેમાં દીકરી દર્શનાના પુત્ર કુશાગ્ર અને ભાઈના દીકરા નિમેષ બંનેએ અગ્નિ દાહ આપ્યો હતો. આ દંપતી સાથે 58 વર્ષ જીવ્યા અને સાથે આ ફાની દુનિયા છોડી જતા રહ્યા તેમના પરિવાર પણ તેમના પ્રેમની વાત કરી ગર્વ અનુભવે છે અને 7 જન્મ સાથે રહે તેવી શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો