તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મુલાકાત:છોટુ વસાવાની વાતને હું એટલી ગંભીરતાથી લેતો નથી : પાટીલ

રાજપીપળા24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભાજપ પ્રદેશ અધ્યક્ષ રાજપીપલાની મુલાકાતે

ડો.શ્યામા પ્રસાદ મુખરજીની જન્મજયંતિ નિમિતે નાંદોદ તાલુકાના લાછરસ ગામે ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર પાટીલની ઉપસ્થિતિમાં ભાજપ દ્વારા 11000 વૃક્ષોના વાવેતરના કાર્યક્રમનું આયોજન કરાયું હતું.નર્મદા જિલ્લાના લાછરસ ગામે વૃક્ષારોપણની શરૂઆત કરી હતી.

આ પ્રસંગ સી.આર.પાટીલે જણાવ્યું હતું કે એકલું ભારત માતાકી જય બોલવાથી કશું જ નહીં થાય, ભારત માતા તો આપણા દિલમાં જ છે પરંતુ ભારત દેશ માટે આપણે સૌએ મળી કઈક કરવું પડશે.જે વધુ ઓક્સિજન પેદા કરે એવા વૃક્ષોની ઓળખ કરી એ વૃક્ષો વવાવા જોઈએ.

ગુજરાતનો મુખ્યમંત્રી આદિવાસી હોવો જોઈએ તેવી છોટુ વસાવાની માંગ મુદ્દે જણાવ્યું હતું કે, હું છોટુભાઈની માંગને એટલી ગંભીરતાથી લેતો નથી. તો ગુજરાતમાં “આપ” કેટલું સફળ રહેશે એ મુદ્દે જણાવ્યું હતું કે દિલ્હીના મુખ્યમંત્રીએ બણગા ફૂંકી જેટલા વચનો આપ્યા એ પુરા કર્યા નથી, દિલ્હીની 33% સ્કૂલોના રિઝલ્ટ ફેઈલ છે, ગુજરાતમાં 40 લાખ જ્યારે દિલ્હીમાં 19 લાખ વિદ્યાર્થીઓ ભણે છે.દિલ્હીની સામે ગુજરાતની શિક્ષણ વ્યવસ્થા ખૂબ સારી છે.

અન્ય સમાચારો પણ છે...