તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિવેદન:મુખ્યમંત્રી આદીવાસી હોવો જોઈએ એનું હું સમર્થન નથી કરતો પણ એવું હું માનું છું: સાંસદ

રાજપીપળા15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આદિવાસીઓના વિકાસની સાથે પ્રશ્નોનું નિરાકરણ લાવે એવા આદીવાસી નેતાની જરૂર

રાજ્યભરમાં પોતાના સમાજનો જ મુખ્યમંત્રી હોવો જોઈએ એવી માંગો અને વાતોએ જોર પકડ્યું છે.ત્યારે પાટીદાર સમાજ દ્વારા પણ એક મિટિંગ કરી પાટીદાર મુખ્ય મંત્રી હોવા જોઈએ ની માંગ પણ કરી રહ્યાં છે, ત્યારે BTP ના ધારાસભ્ય છોટુભાઈ એ આદિવાસી મુખ્ય મંત્રી હોવો જોઈએ ની માંગ કરી છે ત્યારે આ મુદ્દે ભરૂચ સાંસદ મનસુખ વસાવાએ પણ એક જાહેર કાર્યક્રમ માં કહ્યું આદીવાસી મુખ્યમંત્રી હોવો જોઈએ એને હું સમર્થન નથી આપતો પણ એવું હું જરૂર માનું છું.

થોડા સમય પહેલા બિટીપી ધારાસભ્ય છોટુભાઈ વસાવાએ એવી માંગ કરી છે. કે આદીવાસી સમાજનો જ ધારાસભ્ય ગુજરાતનો મુખ્યમંત્રી હોવો જોઈએ.ત્યારે ભાજપ સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે આદીવાસી સમાજનો મુખ્યમંત્રી, રાજ્યપાલ, વિધાનસભા-લોકસભા સ્પીકર કે રાષ્ટ્રપતિ બની જાય પણ આદીવાસી સમાજના વર્ષો જુના પ્રાણ પ્રશ્નોનો ઉકેલ ન લાવે એવા નેતાની કોઈ જરૂર નથી, આદીવાસી સમાજના લોકો નેતા બને પણ આદીવાસી સમાજનો વિકાસ નથી કરતા એ અયોગ્ય છે. આદિવાસીઓના વિકાસની સાથે સાથે આદિવાસીઓના પ્રશ્નોનું નિરાકરણ લાવે એવા આદીવાસી નેતાની જરૂર છે.

આદિવાસીઓના ખોટા પ્રમાણપત્રો મુદ્દે સરકારે કાયદો બનાવ્યો અને એ ખોટા સર્ટિફિકેટ રદ કરવા એક કમિટી બનાવી છે.પરંતુ એ કાર્ય ખૂબ જ ધીમી ગતિએ ચાલી રહ્યું છે.રાજ્યમાં અંબાજીથી ઉમરગામ સુધી આદિવસીઓની વસ્તી વધારે છે.ભૂતકાળમાં સ્વ.અમરસિંગ ચૌધરીએ ગુજરાતના વિકાસની સાથે સાથે આદીવાસી સમાજના વિકાસ પર ફોકસ કર્યો હતો.આદિવાસીના સિંચાઈનો પ્રશ્ન છે.

અન્ય સમાચારો પણ છે...