સજા:પત્નીની હત્યાના કેસમાં પતિને આજીવન કેદની સજા

રાજપીપળાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • તિલકવાડાના ગંભીરપુરા ગામે ઘટના બની હતી

તિલકવાડાના ગંભીરપુરા ગામે રહેતા 30 વર્ષીય વિજય ભીલ પોતાની પત્ની ઉર્મિલા પોતાના સંતાનો સાથે રહેતા હતા ત્યારે એક દિવસ પત્ની ઉર્મિલા અને પતિ વિજય ભીલ વચ્ચે શાક રાંધવાની બાબતે સામાન્ય બોલાચાલી થઇ અને એ ઝગડો ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા બંને પતિ પત્ની બોલાચાલીમાં પતિ વિજય ગુસ્સે થઇ ને ઘરમાં પડેલી કુહાડી લાવી ઉર્મિલાના માથાનાભાગે જમણા કાન પાસે તથા માથાની પાછળ ના ભાગે કુહાડીના ઘા મારી મોત નિપજાવેલ તે સમયે બાળકો ત્યાં હાજર હતા.

હત્યા ને પગલે ઉર્મિલા ભીલ પણ આવી જતા જે બાબત ની ફરિયાદ તિલકવાડા પોલીસમાં નોંધાવી હતી.ફરિયાદને આધારે તપાસ કરનાર અમલદાર એ એસ વસાવા નાઓએ પૂરતો પુરાવો મેળવી ચાર્જશીટ કરતા નામદાર સેસન્સ જ્જ એન પી ચૌધરી સાહેબ ની કોર્ટમાં કરતા ગત રોજ આ કેસ ચાલતા સરકારી વકીલ વંદના આઈ ભટ્ટનાઓ ની દલીલ ને ગ્રાહ્ય રાખી આઈ પી સી કલમ 302 મુજબ તકસીરવાર ઠેરવી આજીવન કેદની સજા નામદાર કોર્ટે ફટકારી છે.

અન્ય સમાચારો પણ છે...